રાજકોટ ખાતે મહેર સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ સહિત સ્નેહમિલન અને અધિકારીઓના સન્માનનો ત્રિવેણી સંગમ કાર્યક્રમ યોજાયો હતો.
સમસ્ત મહેર સમાજ રાજકોટ દ્વારા શ્રી જીવાભાઈ છગનભાઈ પરમાર મહેર સમાજ ખાતે અધિક કલેકટર જીતેન્દ્રભાઈ વદરના અધ્યક્ષ તેમજ ડી.વાય.એસ.પી. મુળુભાઈ ગોઢાણીયાના પ્રમુખ સ્થાને નુતનવર્ષને આવકારવા સ્નેહમિલનનું આયોજન કરવામાં આવેલ હતું.
સૌરાષ્ટ્રના આર્થિક પાટનગર સમા રાજકોટ તેમજ આસપાસના વિસ્તારમાં ધંધા રોજગાર તેમજ વિવિધ વ્યવસાય અર્થે વસવાટ કરતા મહેર પરિવારજનો પરસ્પર એક બીજાથી નજીક આવે તેમજ જ્ઞાતિના સર્વાંગી વિકાસ અને મજબુત જ્ઞાતિ સંગઠન હેતુ પ્રમાણિક વિચારોની આપ લે કરી શકે એવા શુભ આશયથી સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવેલ હતું.
સવંત ૨૦૮૧ના નવલા વર્ષના સ્નેહ મિલનના કાર્યક્રમની શુભ શઆત મહેર સમાજના વિશાળ સંખ્યામાં જ્ઞાતિજનોની ઉપસ્થિતિમાં રાજકોટ ખાતેના અધિક કલેકટર જીતેન્દ્રભાઈ વદર, ડી.વાય.એસ.પી. મુળુભાઈ ગોઢાણીયા તેમજ જ્ઞાતિજનો વડીલોના વરદ હસ્તે દીપ પ્રગટ્ય કરીને સ્નેહ મિલનનો શુભારંભ કરવામાં આવેલ.
નુતન વર્ષ સ્નેહ મિલનમાં ઉપસ્થિત મહેર સમાજના જ્ઞાતિના વરિષ્ઠ આગેવાનોમાં અધિક કલેકટર જીતેન્દ્રભાઈ વદર, ડી.વાય.એસ.પી. મુળુભાઈ ગોઢાણીયા, પરબતભાઈ ઓડેદરા, વીંઝાભાઈ ઓડેદરા, ડો. લીલાભાઈ કડછા, અરજનભાઈ કેશવાલા, જેઠાભાઈ ખુંટી, રામભાઈ ઓડેદરા, ભીમાભાઇ સુત્રેજા, આલાભાઇ ઓડેદરા, માલદેભાઈ ખીસ્તરીયા, કાનાભાઈ બાપોદરા, રણમલભાઈ કડછા, રામભાઈ મોઢવાડીયા, અશોકજીભાઈ ઓડેદરા, ભીમાભાઈ મોઢવાડિયા સહિતનાઓએ નવું વર્ષ મહેર સમાજના સૌ જ્ઞાતિજનોને સુખ શાંતિ, આરોગ્યમય, સમૃદ્ધિના શિખરો સર કરે તેમજ જ્ઞાતિ ભાવના વધુ બળવતર બને તેવી શુભકામનાઓ પાઠવી હતી.
આ પ્રસંગે સમસ્ત મહેર સમાજના અભ્યાસમાં સારા માર્ક સાથે ધોરણ-૧૦ અને ૧૨ પાસ થયેલા તેજસ્વી તારલાઓ, તેમજ સરકારી નોકરિયાતો, વર્ગ ૧ થી ૪ના અધિકારીઓ કે જે રાજકોટમાં નવી નિમણુંક પામેલા હોય, તેમજ બહારના સ્થળેથી બદલી થઈને રાજકોટમાં નિમણુંક પામેલ હોય તેઓનો સન્માન સમારંભનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં રાજકોટ અધિક કલેકટર જીતેન્દ્રભાઈ વદર, ડી.વાય.એસ.પી. મુળુભાઈ ગોઢાણીયા, ધોરણ-૧૦માં ૯૪.૮૩ ટકા સાથે પાસ થનાર સૌમ્ય એ. કેશવાલા અને ૯૩.૮૮ ટકા સાથે પાસ થનાર નશીતા એમ. ઓડેદરા અને ૮૯ ટકા મેળવનાર દ્રા એલ. કડછા નું તેમજ ધોરણ-૧૨માં ૮૬ ટકા મેળવનાર ભૂમિકા પરમાર અને ૮૨.૮૩ ટકા મેળવનાર જય બી. ઓડેદરાનું તેમજ બી.બી.એ. માં ૮૦ ટકા ઉપર પાસ થનાર દિવ્ય ડી. ઓડેદરાનું એન.એમ.એમ.એસ. જ્ઞાન સાધના બાલાચડીની પરીક્ષા પાસ કરનાર વી.આર.રાણાવાયા તેમજ કર્મચારીમાં જીલ્લા ફેરબદલી માં તલાટી મંત્રી તરીકે મેટોડા ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા અંકિતાબેન એન. વિસાણા અને ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટમાં પ્રવેશ મેળવનાર જીગર એમ. ગોઢાણીયા સહિતનાઓનંન મોમેન્ટો, શિલ્ડ આપી અગ્રણી જ્ઞાતિ આગેવાનોએ સન્માનિત કર્યા હતા. સન્માન સમારંભના કાર્યક્રમ બાદ સંગીત સંધ્યાના રાખેલા કાર્યક્રમમાં જીતુભાઈ માકડ દ્વારા પ્રસ્તુત મ્યુઝીકલ ઓરકેસ્ટ્રામાં નવા જુના ફિલ્મી ગીતોનો લ્હાવો ઉપસ્થિત મહેર સમાજ જ્ઞાતિજનોએ ઉત્સાહ માણ્યો હતો. ત્યાર બાદ સાંજના ઉપસ્થિત સૌ જ્ઞાતિજનો માટે સ્વચી ભોજન સમારંભ પણ રાખવામાં આવ્યો હતો. સ્નેહ મિલનના સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન લીલાભાઈ કડછા એ કર્યું હતું જયારે કાર્યક્રમને સફળ બનાવવા માટે સમસ્ત મહેર સમાજ રાજકોટ દ્વારા જહેમત ઉઠાવી હતી. આ તકે શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ પરિવાર રાજકોટ ખાતે વસવાટ કરતા સમસ્ત મહેર સમાજને નવા વર્ષની ખુબ ખુબ શુભેચ્છા સાથે શુભકામનાઓ પાઠવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાખોટા તળાવ ખાતે ઘણા લાંબા સમયથી બંધ રહેલ માછલીઘર મુલાકાતીઓ માટે ફરીથી ખુલ્લું મુકાયું
May 03, 2025 05:42 PMજામનગર : પોલીસ હેડક્વાર્ટરમા જુના વાહનોની જાહેર હરાજી
May 03, 2025 05:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech