હકીકતમાં, ટ્રમ્પ સરકારે પહેલાથી જ 2.2 બિલિયન ડોલરનું ભંડોળ બંધ કરી દીધું છે તેના પગલે હાર્વર્ડે સરકાર સામે દાવો દાખલ કરીને પ્રતિક્રિયા આપી છે.ટ્રમ્પ વહીવટીતંત્રે કોલંબિયા અને કેટલીક અન્ય સંસ્થાઓને ભંડોળ આપવાનું બંધ કરી દીધું છે. આનું મહત્વનું કારણ એ છે કે આ યુનિવર્સિટીઓએ તેમની સંસ્થાઓમાં પેલેસ્ટાઇન તરફી પ્રદર્શનો પર પ્રતિબંધ મૂક્યો ન હતો. સરકાર આનાથી નાખુશ છે. ટ્રમ્પ વહીવટીતંત્રનું કહેવું છે કે યુનિવર્સિટીઓ તેમના કેમ્પસમાં યહૂદી વિરોધી ભાવનાઓને રોકવામાં નિષ્ફળ ગઈ છે. ઇઝરાયલના ગાઝા હુમલા પછી, પેલેસ્ટાઇનના સમર્થનમાં યુનિવર્સિટીઓમાં વિરોધ પ્રદર્શનો શરૂ થયા. આ પછી સરકારે કહ્યું કે ઇઝરાયલને સમર્થન ન આપવું જોઈએ.
ટ્રમ્પ અને વ્હાઇટ હાઉસ યુનિવર્સિટીઓને ભંડોળ રોકવાને વાજબી ઠેરવી રહ્યા છે. વહીવટીતંત્રનો દાવો છે કે ગયા વર્ષે અમેરિકન કોલેજ કેમ્પસમાં ફેલાયેલા ઇઝરાયલના ગાઝા યુદ્ધ સામેના વિરોધને યહૂદી વિરોધી ભાવના દ્વારા ઉશ્કેરવામાં આવ્યા હતા. ટ્રમ્પે આ બાબતે સોશિયલ પ્લેટફોર્મ ટ્રુથ પર લખ્યું, "હાર્વર્ડ હવે અભ્યાસ માટે સારી જગ્યા નથી અને તેની ગણતરી વિશ્વની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓ કે કોલેજોમાં થશે નહીં."
હાર્વર્ડ સામે તપાસ શરૂ
હાર્વર્ડના પ્રમુખ એલન ગાર્બરે જણાવ્યું હતું કે ટ્રમ્પ વહીવટીતંત્રે યુનિવર્સિટીમાં અનેક તપાસ શરૂ કરી છે. ગયા અઠવાડિયે ગાર્બરે યુનિવર્સિટીની સ્વતંત્રતાનું રક્ષણ કરવાની જરૂરિયાતનો ઉલ્લેખ કરીને સરકારની માંગનું પાલન કરવાનો ઇનકાર કર્યો હતો. ટ્રમ્પ વહીવટીતંત્ર ઇચ્છે છે કે હાર્વર્ડ તેની પ્રવેશ અને ભરતી પદ્ધતિઓમાં ફેરફાર કરે. આ સાથે, યુનિવર્સિટીએ રાજકીય વલણો પર સરકારી દેખરેખ સ્વીકારવી જોઈએ.અહી જણાવી દઈએ કે હાર્વર્ડ વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓની યાદીમાં સામેલ છે. હાર્વર્ડની વેબસાઇટ અનુસાર, 2024-2025 શૈક્ષણિક વર્ષમાં કુલ નોંધણીમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનો હિસ્સો 27.2% છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરણમલ તળાવ ગેઇટ નં. ૯થી ન્યુ સ્કુલ તરફનો રસ્તો વધુ ચાર મહીના બંધ
May 01, 2025 05:54 PMજબ્બર વિરોધ થતા કચરાની દરખાસ્ત પેન્ડીંગ રાખતી સ્ટે. કમિટી
May 01, 2025 05:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech