વિવાદાસ્પદ નિર્ણયો લેનારા અને આત્યંતિક વિધાનો કરનારા ટ્રમ્પ ફરી એક વાર ચર્ચામાં છે.તાજેતરમાં ડોનાલ્ડ ટ્રમ્પે ફોલો-અપ હેલ્થ ચેકઅપ કરાવ્યું. તેમણે નવો કોવિડ-19 બૂસ્ટર ડોઝ અને ફ્લૂનો ડોઝ પણ લીધો. જો કે, ટ્રમ્પે કોવિડ રસી લીધી હોવાના સમાચાર મળતાં જ સોશિયલ મીડિયામાં હોબાળો મચી ગયો કેમકે
ટ્રમ્પે અગાઉ ઘણી વખત કોવિડ રસી અંગે શંકા વ્યક્ત કરી હતી. તેમના ઘણા સમર્થકોએ રસીને ઝેર કે કાવતરું ગણાવ્યું છે. હવે જ્યારે તેમણે પોતે રસી લગાવી છે, ત્યારે લોકોએ અનેક પ્રશ્નો ઉભા કર્યા છે.અનેક લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું ટ્રમ્પ હવે આરોગ્ય અને માનવ સેવા સચિવ રોબર્ટ એફ. કેનેડી જુનિયરના રસીના વલણથી અલગ થઈ રહ્યા છે, કારણ કે સીડીસીએ તાજેતરમાં 65 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે કોવીડ રસીઓ માટેની તેની ભલામણ હળવી કરી હતી. ઘણા સોશિયલ મીડિયા વપરાશકર્તાઓ પૂછી રહ્યા છે કે શું ટ્રમ્પે અગાઉ લાખો અમેરિકનોને રસીથી દૂર રાખ્યા હતા, તો શું તેઓ હવે રસીને ઝેરી નથી માનતા?
બીજી તરફ વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે જણાવ્યું હતું કે ટ્રમ્પ નું ફોલો-અપ હેલ્થ ચેકઅપ રૂટીન હતું, જેમાં ઘણા નિષ્ણાત ડોકટરો દ્વારા એડવાન્સ્ડ ઇમેજિંગ, લેબ પરીક્ષણો અને તપાસનો સમાવેશ થતો હતો. તેમના અંગત ચિકિત્સકના રિપોર્ટમાં જણાવાયું છે કે ટ્રમ્પનું એકંદર સ્વાસ્થ્ય ઉત્તમ છે, અને તેમની "કાર્ડિયાક ઉંમર" અથવા હૃદયની ઉંમર, તેમની વાસ્તવિક ઉંમર કરતા લગભગ 14 વર્ષ નાની હોવાનું જાણવા મળ્યું છે.
ટ્રમ્પ ઇજિપ્તની મુલાકાત લઈ શકે છે
ડોક્ટરોના મતે, આ મુલાકાત દરમિયાન ટ્રમ્પે કેટલીક નિવારક આરોગ્ય તપાસ અને રસીકરણ પણ કરાવ્યું હતું, જેમાં અપડેટેડ કોવીડ રસીનો બૂસ્ટર ડોઝ અને તેમનો વાર્ષિક ફ્લૂ રસીનો સમાવેશ થાય છે. એકંદરે, ટ્રમ્પ હાલમાં ઉત્તમ સ્વાસ્થ્યમાં છે, અને એવું અહેવાલ છે કે તેઓ ટૂંક સમયમાં મધ્ય પૂર્વ શાંતિ વાટાઘાટો માટે ઇજિપ્તની મુસાફરી કરી શકે છે.