BREAKING NEWS

દિવાળી ટાણે કટકી કરતાં બે એસટી બસ કંડક્ટર ઝડપાયા; બન્ને સસ્પેન્ડ, ટિકિટ વગરના ૧૬ મુસાફરો ઝડપાયા

  • November 03, 2026 11:27 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમના રાજકોટ એસટી ડિવિઝનની લાઇન ચેકિંગ સ્ક્વોડ દ્વારા હાથ ધરાયેલા બસ ચેકિંગ દરમિયાન હાલ દિવાળી ટાણે ટ્રાફિકનો લાભ લઇને કટકી કરતા બે એસ.ટી.બસ કંડકટર ઝડપાયા હતા જે બંનેને સસ્પેન્ડ કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

વિશેષમાં સૂત્રોના જણાવ્યા મુજબ, ઉપરોક્ત બે કટકીબાજ કંડકટર ઉપરાંત ટિકિટ વિના મુસાફરી કરતા ૧૬ મુસાફરો મળી આવ્યા હતા જેમની પાસેથી કુલ રૂ.૬૦૫૧નો દંડ વસૂલવામાં આવ્યો હતો. આ ઉપરાંત વિવિધ પ્રકારની ગેરશિસ્ત, અનિયમિતતા અને નિયમભંગ વિગેરેના કુલ બાવન કેસ કરવામાં આવ્યા હતા.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, રાજકોટ એસટી ડિવિઝનના વિભાગીય નિયામક એમ.પી.રાજ દ્વારા હાલ તહેવારો દરમિયાન સતત બસ ચેકિંગ અને સીઓ તેમજ નો-પાર્કિંગ ઝોનનું ચેકિંગ ચાલુ રાખવા આદેશ જારી કરવામાં આવ્યો છે.


એસટી બસના મુસાફરો છીનવતા ૧૧૦ વાહનો ડિટેઇન, ૬.૧૨ લાખનો દંડ વસુલ

રાજકોટ એસટી ડિવિઝનના વિવિધ બસ સ્ટેશન, કંટ્રોલ પોઇન્ટ તેમજ બસ સ્ટોપ્સ વિગેરેની હદમાં પ્રવેશી નો પાર્કિંગ ઝોનનો ભંગ કરીને એસટી બસના મુસાફરો છીનવી જતા ઇકો કાર, તૂફાન જીપ, સિટી રાઇડ, મિની બસ, ખાનગી ટ્રાવેલ્સ કંપનીઓની લકઝરી બસ સહિતના કુલ ૧૧૦ વાહનો ડિટેઇન કરી કુલ રૂ.૬.૧૨ લાખનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application