વડવાજડી ગામના બસ સ્ટેન્ડ પાસે કાર પાછળ બાઈક અથડાતાં ખર્ચ માંગી હડધુત કરવાના કેસમાં ગોંડલ કોર્ટ દ્વારા બંને આરોપીઓ આરોપીઓનો નિર્દોષ છુટકારો ફરમાવાયો છે.
આ કેસની હકીકત મુજબ, ધર્મેશભાઈ કાળુભાઈ વાઘેલા તથા તેમના મીત્ર અલ્પેશભાઈ અરૂણભાઈ શીંગાળા બન્ને એકટીવા મોટરસાઇકલમાં ગોંડલ ચોકડીથી નીકળી મામાદેવના મંદીરે માનતા પુરી કરવા જતા હતા, ત્યારે વડવાજડી ગામના બસ સ્ટેન્ડ નજીક આગળ જતી કાર દ્વારા ઓચિંતી બ્રેક મારવામાં આવતા વિનુભાઈ દેવરાજભાઈ સોજીત્રા તથા નરેન્દ્ર દેવરાજભાઈ સોજીત્રા પોતાના હવાલાવાળી કારમાં આગળ જતાં હોય તેમણે કારને એકદમ બ્રેક મારતા ધર્મેશભાઈ કાળુભાઈ વાઘેલાનું બાઇક કારની પાછળ ભટકાઈ જતા બંને બાઈક ચાલકો પટકાયા હતા, તરત જ કાર ચાલકો વિનુભાઈ દેવરાજભાઈ સોજીત્રા તથા નરેન્દ્ર દેવરાજભાઈ સોજીત્રાએ કારમાંથી નુકસાનીનો ખર્ચ માંગ્યો હતો, જે અંગે ફરીયાદીએ કહેલ કે 'હું તો સફાઈ કામદાર છું, હું ખર્ચો કયાંથી આપુ઼ં...' તેમ કહેતા આરોપીએ ઉશ્કેરાઈ જઈ જાહેરમાં ફરીયાદીને ગાળો આપી ફરીયાદીને પાટૂં મારી જ્ઞાતિ પ્રત્યે હડધુત કરતા આ અંગે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી. આ કેસ ચાલતા બચાવ પક્ષે એડવોકેટની મુખ્ય દલીલો મુજબ આ કામે એટ્રોસિટી એકટ હેઠળનો ગુનો પુરવાર કરવા માટેનું સૌથી આશ્યક તત્વ કહેવાતી બનાવવાળી જગ્યા જ હોઈ શકે, હાલના કિસ્સામાં કઈ જગ્યાએ બનાવ બનેલ છે તે સંબંધેનો કોઈ પુરાવો ફરિયાદી પક્ષ દ્વારા દસ્તાવેજી પુરાવા કે પંચોના પંચોના મૌખિક પુરાવા રજુ રાખવામાં આવેલ નથી, તેથી આવા સંજોગોમાં આરોપી વિરૂધ્ધનો કેસ સાબિત થતો નથી, જે દલીલો સાંભળી સ્પેશિયલ એટ્રોસિટી કોર્ટે આરોપી વિનુભાઈ દેવરાજભાઈ સોજીત્રા તથા નરેન્દ્ર દેવરાજભાઈ સોજીત્રાને કેસના કામે નિર્દોષ છોડી મુકેલ છે. આ કામે આરોપીઓ તરફે એડવોકેટ કિરણ એચ. રૂપારેલીયા, અજય ચાંપાનેરી, નિરલ રૂપારેલીયા તથા મનોજ સોલંકી રોકાયા હતા.