મહુવા તાલુકાના મોટીવડાળ ગામે સોલાર કંપનીને લીઝ પટ્ટેથી આપવાના મામલે બે શખ્સો દ્વારા માર મારી ખુલ્લી તલવાર સાથે ધસી આપી ધમકી આપ્યાની ફરિયાદ ખુંટવડા પોલીસ મથકમાં નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
મહુવા તાલુકાના મોટી વડાળ ગામે રહેતા મહેશભાઈ ભીખાભાઈ પાંડોરે એવી ફરિયાદ નોંધાવી હતી કે તેની વાડી ઓનિયન કંપનીને લીજ પટ્ટે સોલાર પ્લાન્ટ માટે આપવાની વાતચીત કરતા હોય તે બાબત તે ગામમાં જ રહેતા ભોજભાઈ દેસાભાઈ ખુમાણ, મજબૂત ભાઈ ભોજભાઈ ખુમાણ અને મહાવીર ભાઈ મહિપતભાઈ ખુમાણને ગમતી ન હોય તેમજ એન કેન પ્રકારે મહેશભાઈ ની જમીન સસ્તા ભાવે તેમને ખરીદી કરવી હોય એક સંપ કરી મહેશભાઈને ધોલ થપાટ મારી ખુલ્લી તલવાર સાથે આવી ગાળો આપી મારી નાખવાની ધમકી આપવાની ફરિયાદ ખુટવડા પોલીસમાં નોંધાઇ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક મેઘ મહેર: વાતાવરણમાં ઠંડક પ્રસરી
June 17, 2025 12:10 PMજામનગર : વરસાદી વાતાવરણ વચ્ચે તાપમાન ૩૬.૫ ડીગ્રી : વાદળો છવાયા
June 17, 2025 12:03 PMજામનગર શહેરમાં ફરી મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવની કામગીરી
June 17, 2025 11:59 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech