રાજકોટ નજીક શાપરમાં આરોગ્ય કેન્દ્રમાં કર્મચારીઓએ તાપણું કરવું ભારે પડ્યું છે. બે કરાર આધારિત કર્મચારીઓને ટર્મિનેટ કરાયા છે. ફાર્માસિસ્ટ અને લેબોરેટરી ટેક્નિશિયનને છૂટા કરવામાં આવ્યા છે. અન્ય 2 કાયમી કર્મચારીઓને શો કોઝ નોટિસ આપવામાં આવી છે. પ્રાથમિક રિપોર્ટમાં બેદરકારી ખુલતા કાર્યવાહી કરવામાં આવી છે. ઠંડીથી બચવા અન્ય લોકોના જીવ જોખમમાં મુક્યા હતા. કેમિકલ ભરેલા કેરબા પાસે તાપણું કરતો વીડિયો વાઇરલ થયો હતો.
રોજ 150થી 200 દર્દી સારવાર માટે આવે છે
શાપર ખાતે એસોસિએશને આપેલા કારખાનાના શેડમાં ચાલતા જિલ્લા પંચાયતના સામૂહિક આરોગ્ય કેન્દ્રની શનિવારે સવારે ઠંડી ઉડાડવા નર્સિંગ સ્ટાફે લેબોરેટરીમાં જ આગનું તાપણું કરતાં અને તેનો વીડિયો ફરતો થતાં ભારે ચકચાર જાગી હતી. આ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દરરોજ 150થી 200 દર્દી સારવાર માટે આવે છે ત્યારે તેમના જીવ જોખમમાં મુકાય તેવી રીતે લેબોરેટરીમાં તાપણું મુકાયાનો વીડિયો આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ પાસે પહોંચતા તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા અને આ મુદ્દે જવાબદારોનો ખુલાસો પૂછવા કવાયત હાથ ધરી હતી.
અઢી વર્ષ કરતાં વધુ સમયથી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ચાલી રહ્યું છે
શાપર-વેરાવળમાં મજૂર વર્ગ લાખોની સંખ્યામાં રહેતા હોવાથી જિલ્લા પંચાયત દ્વારા ત્યાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર શરૂ કરાયું છે અને તેના નવા બિલ્ડિંગનું છેલ્લા ત્રણેક વર્ષથી બાંધકામ ચાલુ હોય એસોસિએશન દ્વારા જિલ્લા પંચાયતને વિનામૂલ્યે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ચલાવવા કારખાનાનો શેડ ફાળવવામાં આવ્યો છે અને તેમાં છેલ્લા અઢી વર્ષ કરતાં વધુ સમયથી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ચાલી રહ્યું છે.
આરોગ્ય અધિકારીઓ પાસે તાપણાનો વીડિયો પહોંચ્યો
શનિવારે સવારે સામૂહિક આરોગ્ય કેન્દ્રની બે નર્સે લેબોરેટરી રૂમમાં જ ઠંડીથી બચવા માટે તાપણું સળગાવ્યું હતું. સવારે 10.15 વાગ્યે અમુક દર્દીઓ આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે આવતા ચોંકી ઉઠ્યા હતા અને કેમિકલના કેરબાઓ પાસે જ સળગતા તાપણાથી દુર્ઘટનાની ભીતિ વ્યક્ત કરી તેનો વીડિયો બનાવી વાઇરલ કરતાં તે આરોગ્ય અધિકારીઓ પાસે પહોંચ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆર માધવને NCERTના અભ્યાસક્રમ પર ઉઠાવ્યા સવાલ
May 02, 2025 12:15 PMદુનિયાના સૌથી ધનિક ફિલ્મ કલાકારોની યાદીમાં એકમાત્ર શાહરુખનો સમાવેશ
May 02, 2025 12:10 PMપાકિસ્તાનને વધુ 2 આંચકા આપવા ભારતની તૈયારી, IMFની સહાય બંધ કરાવશે
May 02, 2025 12:09 PMચેટજીપીટીની મદદથી રસોયાએ લખી હતી ‘મિસ્ટર ઇન્ડિયા 2’ ની સ્ક્રિપ્ટ
May 02, 2025 11:59 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech