BREAKING NEWS

ઉના પંથકની બે વિધાર્થિનીઓને પોલીસની મદદથી પુન: અભ્યાસ પ્રારંભ કરાવાયો

  • June 17, 2026 05:13 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોલીસની છાપ સમાજમાં કાયદો વ્યસ્થા જાળવવા કડક પગલાં લેવાની રહી છે પરંતુ પોલીસ સંવેદનશીલ સમાજ સેવા પણ કરે છે તેનું એક ઉદાહરણ જોવા મળ્યું છે. ગીર સોમનાથ જિલ્લ ાના પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા અને ઈન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક સી.સી. ખટાણાની સૂચનાથી ઉના વિસ્તારમાં બાળ મજૂરી, માનવ તસ્કરી, બાળકોને પુન: વસન કરવા તેમજ જે બાળકો અધું શિક્ષણ છોડી દીધેલ છે તે બાળકોને ફરી ભણવા માટે લઈ જવા સૂચના આપી હોય ઉનાના પો. ઇન્સ. જે.કે. મોરીના માર્ગદર્શન હેઠળ પો. હેડ કોન્સ. નાનજીભાઈ ચારણિયા, વુમન પોલીસ સોનલબેન, ભાવિબેન, ચેતનાબેનએ તપાસ કરી શાળામાં જઈ જે બાળકો અધ્ધ વચ્ચે શિક્ષણ છોડી દીધું હોય તેવા વિધાર્થીઓના નામ અને સરનામાં મેળવી ઉના તાલુકાના લામધાર ગામના અંતરિયાળ વાડી વિસ્તારમાં ઝૂંપડું બાંધી રહેતા પાંચાભાઈ ચુડાસમાના ઘરે જઈ તપાસ કરતા બે દીકરીઓ ભૂમિકાબેન પાંચાભાઈ ચુડાસમા, સંજનાબેન પાંચાભાઈ ચુડાસમાને આગળ ભણવું હતું પરંતુ લામધારથી તેમના ઘરેથી વહેલી સવારે ઉડ અને અંતરિયાળ રસ્તો હોય અસલામતી અનુભવી રહી હતી સ્કુલે જતા ડરતી હતી તેથી બે વરસથી અભ્યાસ છોડી દીધેલ હતો. પોલીસે તેમના પરિવાર સાથે કાઉન્સિલિંગ કરી તેમની મુશ્કેલી દૂર કરી ભણવા માટે સમજાવી  હતી અને વાલીને સાથે લઈ ઉના તાલુકાના મોટા ડેસર ગામે આવેલ સરકારી માધ્યમિક શાળામાં લઈ જઈ બન્ને દીકરીઓને ધોરણ દસમાં પ્રવેશ અપાવી પુન: પ્રવેશ અપાવી સામાજિક ફરજ બજાવી હતી. બન્ને દીકરીઓ ખૂબ ભણે અને ઉચ્ચ શિક્ષણ મેળવે તેનુ ધ્યાન રાખવા જવાબદારી લીધી હતી. પોલીસની આ સામાજિક ફરજથી અભિનંદન મળી રહ્યા છે. ભણે ગુજરાતનું સૂત્ર સાર્થક કયુ હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application