અન્ય બોટનું ખોટું ટોકન બનાવીને માછીમારી કરતા બે શખ્સો સામે ગુનો

  • February 19, 2024 10:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઓખા મંડળના આરંભડા વિસ્તારમાં રહેતા રસીદ કારા જુસબ બોલીમ (ઉ.વ. ૩૮) તથા ઓખાના નવી નગરી વિસ્તારમાં રહેતા અજય પરસોતમ મોહન ઢાયાણી (ઉ.વ. ૨૯) નામના બે શખ્સો દ્વારા "માં કી દુઆ" નામની ફિશીંગ બોટમાં પોતાના અંગત કાયદા માટે ગેરકાયદેસર રીતે બોટના રજીસ્ટ્રેશનના કાગળો બનાવીને તેનો દુરુપયોગ કરીને ફિશિંગ વિભાગમાં ખોટું ટોકન બનાવી અને આ ટોકન ખોટું હોવાનું જાણવા છતાં તેનો ખરા તરીકે ઉપયોગ કરીને "દુર્ગા દેવી" નામની બોટમાં દરિયામાં માછીમારી કરતાં એસ.ઓ.જી. પોલીસે ઝડપી લીધા હતા.
આ બંને શખ્સો સામે મીઠાપુર પોલીસે આઈપીસી કલમ ૪૬૫, ૪૬૮, ૪૭૧, ૧૧૪ તથા ગુજરાત મત્સ્યોદ્યોગ સુધારા વટ હુકમની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશી દ્વારા હાથ ધરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application