ચોરીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, કેવડાવાડી 17 માં શ્રી હેરિટેજ એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર 108 ત્રીજા માળે રહેતા દેવાંગીબેન સાગરભાઇ સોની (ઉ.વ 28) નામના પરિણીતાએ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ અહીં પતિ સાસુ- સસરા અને પુત્ર સાથે રહે છે. તેમના પતિ સાગરભાઇને સોની બજારમાં સાગર એન્ટરપ્રાઇઝ નામની દુકાન આવેલી છે. પતિ ગઈ તા. 7/6/2025 થી કામ અર્થે બહાર ગામ ગયા હતા.
ગઈકાલ તા. 10/6 ના સવારના દસેક વાગ્યે સાસરા દવા લેવા માટે બહાર ગયા હતા સવારના 11:30 વાગ્યા આસપાસ પરિણીતા પુત્ર પ્રાંશુ જે પતંજલિ સ્કૂલ દેવીપરામાં આવેલી હોય ત્યાં તેડવા જવાનું હોય જેથી ઘરને તાળું મારી પુત્રને તેડવા માટે ગયા હતા અને આશરે બપોરે 12:00 વાગ્યે ઘરે આવતા દરવાજામાં મારેલું તાળું જોવા મળ્યું ન હતું. ઘરમાં જઈ જોતા સામાન વેર વિખેર પડ્યો હતો. કબાટમાં રાખેલા રોકડ રૂપિયા 45,000 જોવા મળ્યા ન હતા તેમજ કબાટના અંદરના ખાનામાં પર્સમાં રાખેલ સોનાની વસ્તુઓ જેમાં પુત્રની સોનાની છ ગ્રામની લક્કી 4.5 ગ્રામની સાંકડી બે વીટી, પેન્ડલ મંગળસૂત્ર, એક ચેન બે જોડી બુટ્ટી બે પેન્ડલ સોનાની ચુક સોનાની લગડીના કટકા સહિત કુલ રૂપિયા 1,51,800 ના દાગીના અને રોકડ રૂપિયા 45,000 મળી કુલ રૂપિયા 1,96,800 ચોરી થઈ ગઈ હોવાનું મારું પડ્યું હતું. આમ ધોળા દિવસે માત્ર અડધો કલાક બંધ રહેલા મકાનમાંથી તસ્કરો રૂપિયા 1.96 લાખની મત્તા ચોરી કરી ગયા અંગે તેમણે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ચોરીના આ બનાવવાની અનેક ભક્તિનગર પોલીસે અહીં આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમરેલી જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે બચાવ કામગીરી: 24 નાગરિકોને રેસ્ક્યુ કરાયા...જુઓ વીડિયો
June 16, 2025 11:15 PMગુજરાતમાં મેઘતાંડવ: સૌરાષ્ટ્રમાં જળબંબાકાર, 10 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ધોધમાર
June 16, 2025 09:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech