મોરબી શહેરમાં બે નરાધમ શખ્સોએ ગરીબ પરિવારની બે સગીરાઓને પ્રેમજાળમાં ફસાવી લગ્ન ની લાલચ આપી બારેક દિવસ પહેલા અપહરણ કરી જઈ દુષ્કર્મ ગુજારતા ચકચાર મચી જવા પામી છે. આ કિસ્સામાં મુખ્ય આરોપીએ સગીરા સાથે વારંવાર દુષ્કર્મ ગુજાયુ હોવાનું અને મદદગારીમાં રહેલા અન્ય એક શખ્સે સગીરાની નાની બહેન સાથે શારીરિક અડપલા કરતા મોરબીના રહેવાસી બન્ને આરોપીઓ વિદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં પોકસો સહિતની કલમો મુજબ ગુન્હો દાખલ કરાયો છે.
અત્યતં ચોંકાવનારી ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીમાં રહેતી ગરીબ પરિવારની સગીરાને પ્રેમજાળમાં ફસાવી મોરબીના સલીમ તાજુદીન બ્લોચ નામના નરાધમે આરોપી મિલન દિનેશભાઇ રાઠોડ, મોરબી વાળા સાથે મળી સગીરા અને તેની નાની બહેનનું લની લાલચે બદકામ કરવાના ઇરાદે તા.૧૮ માર્ચના રોજ અપહરણ કયુ હતું.
વધુમાં આ ચકચારી બનાવ અંગે સગીરાના માતાએ પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે, આરોપી સલીમ તાજુદીન બ્લોચે તેમની ૧૭ વર્ષની દીકરી સાથે અવાર નવાર દુષ્કર્મ ગુજાયુ હોવાનું તેમજ આરોપી મિલન દિનેશ રાઠોડે ૧૩ વર્ષની તેમની નાની દીકરી સાથે શારીરિક અડપલા કરી એક બીજાની મદદગારી કરી હતી. સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે બન્ને આરોપીઓ વિદ્ધ પોકસો એકટ સહિતની કલમો મુજબ ગુન્હો નોંધી તપાસ શ કરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમરેલી જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે બચાવ કામગીરી: 24 નાગરિકોને રેસ્ક્યુ કરાયા...જુઓ વીડિયો
June 16, 2025 11:15 PMગુજરાતમાં મેઘતાંડવ: સૌરાષ્ટ્રમાં જળબંબાકાર, 10 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ધોધમાર
June 16, 2025 09:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech