પહેલગામ આંતકી હુમલા બાદ દેશભરમાંથી ઘુષણખોરોને ઝડપી લઇ દેશ નિકાલ કરવાની કેન્દ્ર સરકાર દ્વારા અપાયેલી સૂચનાના પગલે રાજકોટ જિલ્લામાંથી અત્યાર સુધીમાં 12 બાંગ્લાદેશી અને 3 પાકિસ્તાની નાગરિકો ઝડપાઇ ચૂક્યા છે. ત્યારે ગેરકાયદે રહેતી વધુ બે બાંગ્લાદેશી મહિલાઓને પોલીસે ઝડપી લીધી છે. મેટોડા જીઆઈડીસી પોલીસ મથકના પીઆઇ એસ.એચ.શર્માની રાહબરી હેઠળ ટીમ તપાસમાં હતી દરમિયાન મેટોડા જીઆઈડીસી ગેઇટ નં. ૨ની બાજુમાં આવેલા બસ સ્ટેન્ડ પાસે ઉભેલી પાંખીબેગમ ઉર્ફે સુમી ખલીલ સરદાર (ઉ.વ.૩૬)ને ઝડપી લીધી હતી.આગાઉ આ મહિલા ચોટીલામાં રહેતી હતી. જ્યાંથી મેટોડા જીઆઈડીસીમાં આવી હતી. જે અંગે બાતમી મળતાં પોલીસે તેને ઝડપી લીધી હતી. તેના મોબાઇલ ફોનમાંથી બાંગ્લાદેશના પીપલ્સ રિપબ્લીક સરકારનું રાષ્ટ્રીય ઓળખપત્ર પણ મળી આવ્યું હતું.
બાંગ્લાદેશી મહિલાની પૂછપરછ કરતા તે કામની શોધમાં મેટોડા આવ્યાની અને છેલ્લા એક માસથી તે ચોટીલા ખાતે રહેતી હોવાની વાત જણાવી હતી.. હાલ બાંગ્લાદેશી મહિલાને નજરકેદમાં રાખી પૂછપરછ શરૂ કરાઇ રહી છે.
જયારે શાપર વેરાવળ પોલીસ મથકના પીઆઇ આર.બી.રાણાની રાહબરી હેઠળ ટીમ તપાસમાં હતી દરમિયાન શાપરના બસ સ્ટેન્ડ પાસેથી હાસીબેન હમઝા મંડલ (ઉ.વ. 28)ને ઝડપી લીધી હતી. તેની પૂછતાછ કરતાં તે હાલ અમદાવાદ ગીતાનગરમાં રહેતી હોવાનું અને મૂળ બાંગ્લાદેશના રૂગંસના બોપરા ગામે રહેતી હાસીબેન હમઝા મંડલ (ઉ.28) હોવાનું જણાવતા પેાલીસે તેની અટકાયત કરી વધુ પુછપરછ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમરેલી જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે બચાવ કામગીરી: 24 નાગરિકોને રેસ્ક્યુ કરાયા...જુઓ વીડિયો
June 16, 2025 11:15 PMગુજરાતમાં મેઘતાંડવ: સૌરાષ્ટ્રમાં જળબંબાકાર, 10 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ધોધમાર
June 16, 2025 09:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech