ઈસરો અને નાસાના સંયુકત મિશન નિસાર સેટેલાઇટે ગયા મહિને વેનેઝુએલામાં આવેલા બે શકિતશાળી ભૂકપં અંગે મહત્વપૂર્ણ માહિતી જાહેર કરી છે. સેટેલાઇટ ડેટાના વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે મોટા ભૂકંપને કારણે ઘણા વિસ્તારોમાં લગભગ ૬૦ સેન્ટિમીટર (૨ ફટ) જમીનની હિલચાલ થઈ હતી, જેના કારણે રાજધાની કારાકાસ અને લા ગુએરામાં ભારે વિનાશ થયો હતો.વૈજ્ઞાનિકોએ ૨૪ જૂનના ભૂકપં પહેલા અને પછી નિસાર સેટેલાઇટ દ્રારા લેવામાં આવેલી પૃથ્વીની છબીઓનો અભ્યાસ કર્યેા હતો. ભૂકપં પછી જમીનની સપાટીમાં ફેરફાર નક્કી કરવા માટે ૧૩ અને ૧૮ જૂનના રોજ લેવામાં આવેલી છબીઓની તુલના ૨૫ અને ૩૦ જૂનના રોજ લેવામાં આવેલા ડેટા સાથે કરવામાં આવી હતી.૨૪ જૂનના રોજ, ઉત્તર વેનેઝુએલામાં ૭.૨ ની તીવ્રતાનો ભૂકપં આવ્યો. માત્ર ૩૯ સેકન્ડ પછી, બીજો શકિતશાળી ૭.૫ ની તીવ્રતાનો ભૂકપં આવ્યો. આ ભૂકંપોમાં ૫,૦૦૦ થી વધુ લોકો માર્યા ગયા અને લગભગ ૧૬,૭૦૦ લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે.
કારાકાસ અને લા ગુએરા ઉપરાંત, ટ્રુજિલો, યારાકુય, કારાબોબો, અરાગુઆ અને મિરાન્ડા રાયો પણ પ્રભાવિત થયા હતા.વૈજ્ઞાનિકોએ જમીનની સપાટીમાં નાના ફેરફારો શોધવા માટે ઇન્ટરફેરોમેટિ્રક સિન્થેટિક એપર્ચર રડાર ટેકનોલોજીનો ઉપયોગ કર્યેા. આ ટેકનોલોજી વારંવાર સેટેલાઇટ પાસ દરમિયાન એકત્રિત કરવામાં આવેલા ડેટાની તુલના કરીને ઉપગ્રહ અને જમીન વચ્ચેના અંતરમાં થતા ફેરફારોને શોધી કાઢે છે.આ પહેલી વાર હતું યારે નિસારની અર્જન્ટ રિસ્પોન્સ સિસ્ટમનો ઉપયોગ મોટા ભૂકંપને કારણે જમીનની સપાટીમાં થતા ફેરફારોને મેપ કરવા માટે કરવામાં આવ્યો હતો.નાસાની જેટ પ્રોપલ્શન લેબોરેટરીના ભૂ–ભૌતિકશાક્રી એરિક ફિલ્ડિંગના જણાવ્યા અનુસાર, ભૂકંપની ફોલ્ટ લાઇન સમુદ્રમાંથી પૂર્વ તરફ વિસ્તરી અને કારાકાસની ઉત્તરે આંતરરાષ્ટ્ર્રીય એરપોર્ટ નજીક કિનારા પર પાછી ફરી. આ વિસ્તારની દક્ષિણે, સૌથી વધુ જમીનનું વિસ્થાપન આશરે ૬૦ સેમી (૨ ફટ) હતું, જેના કારણે કારાકાસ અને લા ગુએરામાં આટલો વ્યાપક વિનાશ થયો.એરિકના મતે, ઇન્સાર ટેકનોલોજીએ વૈજ્ઞાનિકોને ભૂકપં દરમિયાન ખરેખર શું થયું તે સમજવામાં નોંધપાત્ર મદદ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application