BREAKING NEWS

જામનગર : બેડી બંદર પર સીલ કરાયેલી ફેક્ટરીમાં બે સિકયુરીટી ગાર્ડનો હાથફેરો

  • January 22, 2026 12:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગરમાં બેડીબંદર રોડ પર આવેલી એક ફેક્ટરીને સીલ કરવામાં આવી હતી દરમ્યાનમાં આ બંધ ફેકટરીમાંથી ઇલેકટ્રીક મોટરો, વાયરો અને સ્ક્રેપનો સામાન મળીને આશરે ૭.૫૨ લાખનો મુદામાલ ચોરી કરી ગયાનું ઘ્યાન પર આવતા આ મામલે બે સિકયુરીટી ગાર્ડ સામે પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવી છે. 


જામનગરમાં દિગજામ સર્કલ વિસ્તાર ગ્રાન્ટ અપુર્વા એપાર્ટમેન્ટ ખાતે રહેતા  અને જામનગરની સેન્ટ્રલ બેન્કના બ્રાન્ચ મેનેજર તરીકે ફરજ બજાવતા સુનિલભાઈ બચુપ્રસાદ  કૂર્મીએ જામનગરના સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ કરી જણાવ્યું છે કે બેડી બંદર રોડ પર આવેલી સિલ્વર પ્રેટેઇન પ્રા.લી. નામની ફેકટરીને બેન્ક દ્વારા સિલ કરાઈ હતી, જેમાંથી રૂપિયા સાડા સાત લાખની માલમત્તાની ચોરી કરી લઈ જવા અંગે એક ખાનગી સિક્યુરિટી પેઢીના બે સિક્યુરિટી ગાર્ડ નીતેશકુમાર બદ્રીપ્રસાદ, તેમજ દિપક શેરસિંઘ સામે ફરિયાદ નોંધાવી છે.જે બંને ગાર્ડ રાજસ્થાનના વતની છે, અને ઉપરોક્ત માલ સામાનની ચોરી કરી લઈ ગયાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે.


ફરિયાદી બ્રાન્ચ મેનેજર કે જેઓ દ્વારા બેડી બંદર રોડ પર આવેલી સિલ્વર પ્રોટેઇન પ્રાઇવેટ લિમિટેડ કંપનીની ફેક્ટરી કે જે લોન ભરપાઈ કરી ન હોવાથી બેંક દ્વારા સીલ કરવામાં આવી હતી, અને તેના ઉપર બે સિક્યુરિટી ગાર્ડને મૂકવામાં આવ્યા હતા. જે સીલ કરેલી ફેક્ટરીમાંથી ગત ૮મી જાન્યુઆરીના રાત્રિના સમયગાળા દરમિયાન ઉપરોક્ત બંને સિક્યુરિટી ગાર્ડ નીતેશ કુમાર તથા દિપક શેરસિંહ કે જેઓ અંદર રાખવામાં આવેલી ૧૨ નંગ ઇલેક્ટ્રીક મોટર, ટ્રાન્સફોર્મર, તેમજ લોખંડનો સ્ક્રેપનો માલ સામાન વગેરે રૂપિયા ૭,૫૨,૦૦૦ ની માલમતા  ચોરી કરી ગયા હતા.
​​​​​​​

તેથી આ મામલો સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો છે અને રાજસ્થાનના બંને સિક્યુરિટી ગાર્ડ સામે પોલીસે ગુનો નોંધી બંનેની શોધખોળ હાથ ધરી છે. પોલીસ દ્વારા સીસી કેમેરા ચેક કરવા સહિતની તપાસ લંબાવવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application