ગુજરાતમાં સગીરા પર દુષ્કર્મની ઘટના દિવસેને દિવસે વધી રહી છે. પરંતુ ગુજરાતને લાંચન લગાડતી દુષ્કર્મની ઘટના પંચમહાલ જિલ્લામાં બની હોવાનું સામે આવ્યું છે. બે સગીરે એક સગીરાનું અપહરણ કરી જંગલમાં લઈ ગયા હતા. બાદમાં એકે પહેરો દીધો અને બીજાએ ધમકી આપી સગીરાનો વાંરવાર દેહ ચૂંથી દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનાથી પંચમહાલ જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે. ઘટના અંગે પોલીસે બંને સગીરો વિરુદ્ધ પોક્સો, અપહરણ અને બળાત્કારની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.
14 વર્ષની સગીરા પર દુષ્કર્મ
મળતી માહિતી મુજબ, આ ઘટના 10 ઓક્ટોબરે સવારે 8:30 વાગ્યે બની હતી. ધોરણ10માં અભ્યાસ કરતી 14 વર્ષની સગીરા શાળાએ જઈ રહી હતી ત્યારે ધોરણ 12માં અભ્યાસ કરતા બે સગીરોએ બળજબરીપૂર્વક બાઈકમાં બેસાડી તેનું અપહરણ કર્યું હતું અને જંગલમાં લઈ ગયા હતા.
ઘટના બાદ બંને સગીરો ફરાર
જંગલમાં એક સગીરે પહેરો આપ્યો હતો અને બીજા સગીરે સગીરાને મારી નાખવાની ધમકી આપીને કપડાં ઉતરાવી જમીન પર સુવડાવી મરજી વિરુદ્ધ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનામાં એક સગીરે દુષ્કર્મ આચર્યું અને બીજાએ ગુનામાં તેની મદદ કરી છે. ઘટના બાદ બંને સગીરો ફરાર છે. સગીરાના માતા-પિતાની ફરિયાદના આધારે દામાવાવ પોલીસ સ્ટેશનમાં બંને સગીરો વિરુદ્ધ પોક્સો, અપહરણ અને બળાત્કારની કલમો હેઠળ ગુનો નોંધાયો છે. પોલીસે ફરાર બંને સગીરોને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.