કેબિનેટમંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને ચાંદીપુરા વાઇરસને લઈને જી.જી. હોસ્પિટલમાં સમીક્ષા બેઠક
રાજ્યના કૃષિ, પશુપાલન, મત્સ્યોદ્યોગ, ગૌ સંવર્ધન, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જામનગરની ગુરુ ગોબિંદસિંહ સરકારી હોસ્પિટલ ખાતે ચાંદીપુરા વાઇરસને લઈને સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
તાજેતરમાં રાજ્યમાં ચાંદીપુરા વાઈરસના શંકાસ્પદ કેસો મળી આવ્યા છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા આ રોગને નિયત્રંણમાં લેવા માટે તમામ પ્રકારના પગલાં લેવામાં આવ્યા છે અને સતત કામગીરી કરવામાં આવી રહી છે. જામનગર જિલ્લામાં ચાંદીપુરા વાઈરસના શંકાસ્પદ 2 કેસો મળી આવ્યા છે અને હાલમાં આ બંને બાળકોની સારવાર ચાલી રહી છે અને તેમનું સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. કૃષિમંત્રીશ્રીએ ઉપસ્થિત સર્વેને જરુરી માર્ગદર્શન આપ્યા હતુંં અને વર્તમાન પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
કેબિનેટ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે જામનગર જિલ્લામાં ચાંદીપુરા વાઈરસને અટકાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. ચાંદીપુરા વાઈરસના લક્ષણોમાં દર્દીને અચાનક તાવ આવે, ઉલટી ઉબકા થવા, આંચકી આવે અને શરીરમાંં કળતર થાય છે. આ વાઈરસ મચ્છર, માખી જેવા વાહકો દ્વારા ફેલાય થાય છે. આ રોગચાળો 9 માસથી લઈને 14 વર્ષના બાળકોમાં જોવા મળ્યો છે. તેને અટકાવવા માટે સમગ્ર શહેર અને જિલ્લામાં મચ્છરનાશક દવાનો છંટકાવ કરાવવો, સફાઈ કામગીરી, આરોગ્ય કર્મીઓને તાલીમબદ્ધ કરવાથી લઈને જનજાગૃતિ વધે તે રીતે સુચારુ આયોજન કરવામાં આવ્યું છે. ચાંદીપુરા વાઈરસને અટકાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર અને નાગરિકો સાથે મળીને સાવચેતીના પગલાં લે તે આવશ્યક છે. જો તમારી આસપાસ આવા લક્ષણોવાળા કોઈપણ દર્દી ધ્યાનમાં આવે તો તાત્કાલિક રીતે નજીકના દવાખાનાનો સંપર્ક સાધવો જોઈએ જેથી આ વાઈરસ ફેલાતો અટકાવી શકાય.
ઉકત સમીક્ષા બેઠકમાંં ધારાસભ્ય શ્રી દિવ્યેશભાઈ અકબરી, જી.જી.હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ શ્રી ડો.દીપક તિવારી, શ્રી એમ.પી.શાહ મેડિકલ કોલેજના ડીન શ્રી ડો.નંદિની દેસાઈ તેમજ અન્ય અધિકારીગણ હાજર રહયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત ટાઇટન્સની શાનદાર જીત: હૈદરાબાદને 38 રને હરાવી પોઇન્ટ્સ ટેબલમાં બીજા ક્રમે
May 02, 2025 11:52 PMપડધરીમાં બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાઈ, પાસપોર્ટ-વિઝા વિના ગેરકાયદેસર પ્રવેશ
May 02, 2025 09:12 PMઆર્જેન્ટિનામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
May 02, 2025 09:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech