BREAKING NEWS

કાશ્મીરમાં સુરક્ષા દળો સાથેની મુઠભેડમાં બે આતંકી ઠાર થયા

  • September 17, 2026 10:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં બે આતંકી ઠાર માર્યા છે, હજુ અનેક આતંકીઓ છુપાયા હોવાની શંકાથી સઘન તપાસ અને ઓપરેશન ચાલી રહ્યું છે. જો કે આ આતંકીઓ ક્યા સંગઠન સાથે સંકળાયેલા હતા અને તેમની ઓળખ થઈ શકી નથી. સેના સતર્ક બની ને કાર્યવાહી કરી રહી હોવાનું અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.જમ્મુ-કાશ્મીર જિલ્લાના ઉધમપુરના મજલ્ટા વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે વહેલી સવારથી ભીષણ અથડામણ ચાલી રહી છે. આ સંયુક્ત ઓપરેશનમાં સુરક્ષા દળોએ અત્યાર સુધીમાં બે આતંકવાદીઓને ઠાર કરવામાં મોટી સફળતા મેળવી છે. આતંકવાદીઓની ગતિવિધિઓ ચાલી રહી હોવાની ગુપ્ત રહે બાતમી મળતા જ સુરક્ષા દળોએ આખા વિસ્તારને ઘેરી લીધો હતો, ત્યારબાદ બંને પક્ષો વચ્ચે સામસામે ગોળીબાર શરૂ થયો હતો. જો કે આ અથડામણમાં સુરક્ષા દળોનો કોઈ જવાન ઘાયલ થયાના અહેવાલ નથી. બીજી તરફ આ એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા છે. સુરક્ષા દળો દ્વારા વિસ્તારમાં હજુ પણ સર્ચ ઓપરેશન અને સઘન તપાસ અભિયાન ચાલુ રાખવામાં આવ્યું છે, જેથી અન્ય કોઈ છુપાયેલા આતંકવાદીઓ હોય તો તેમને શોધી શકાય.માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ હજુ સુધી થઈ શકી નથી અને તેઓ કયા આતંકવાદી સંગઠન સાથે સંક



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application