અમેરિકન ન્યાયાધીશે ભારતીય સંશોધક બદર ખાન સુરીના દેશનિકાલ પર આગામી આદેશ સુધી રોક લગાવી દીધી છે. હમાસ સાથે જોડાયેલા હોવાના આરોપસર ટ્રમ્પ વહીવટીતંત્રએ સંશોધકની ધરપકડ કરી કાઢી મુકવાની તૈયારી શરુ કરી હતી. જો કે અમેરિકન ન્યાયાધીશના આદેશથી બદર ખાન સુરીને કામચલાઉ રાહત સાપડી છે.
ભારતના રહેવાસી બદર ખાન સુરી અમેરિકાની જ્યોર્જટાઉન યુનિવર્સિટીમાં સંશોધક છે. સોમવારે તેની ધરપકડ કરવામાં આવી હતી. હમાસનો પ્રચાર ફેલાવવાના આરોપસર તેમને તેમના ઘરેથી ઉપાડી લેવામાં આવ્યા હતા. તેમના દેશનિકાલની તૈયારીઓ પણ ચાલી રહી હતી, પરંતુ છેલ્લી ઘડી પહેલા અમેરિકન કોર્ટે આ દેશનિકાલ પર રોક લગાવી દીધી.
ઇસ્ટર્ન ડિસ્ટ્રિક્ટ ઓફ વર્જિનિયા કોર્ટના ન્યાયાધીશ પેટ્રિશિયા ટોલિવર ગિલ્સે આદેશ આપ્યો કે બદર ખાન સૂરીને અમેરિકામાંથી દેશનિકાલ કરવામાં આવશે નહીં જ્યાં સુધી કોર્ટ વિરુદ્ધ આદેશ જારી ન કરે.
સૂરીના વકીલે તેમની મુક્તિની માંગ કરી હતી. તેમણે ધરપકડની નિંદા કરી અને તેને લોકોના અવાજને દબાવવા અથવા મર્યાદિત કરવાનો પ્રયાસ ગણાવ્યો. વકીલે કોર્ટમાં દાખલ કરેલી ફાઇલિંગમાં એવી પણ દલીલ કરી હતી કે રાજ્ય સચિવ માર્કો રુબિયો કે અન્ય કોઈ સરકારી અધિકારીએ એવો આરોપ લગાવ્યો નથી કે સુરીએ કોઈ ગુનો કર્યો છે કે ખરેખર કોઈ કાયદો તોડ્યો છે.
આ સ્પષ્ટપણે ગેરબંધારણીય
અમેરિકન સિવિલ લિબર્ટીઝ યુનિયનએ પણ સુરીના દેશનિકાલને રોકવા માટે એક કટોકટી પ્રસ્તાવ દાખલ કર્યો. અમેરિકન સિવિલ લિબર્ટીઝ યુનિયનના એટર્ની સોફિયા ગ્રેગે જણાવ્યું હતું કે, "કોઈને તેમના ઘર અને પરિવારથી અલગ કરવા, તેમનો ઇમિગ્રેશન દરજ્જો છીનવી લેવા અને ફક્ત તેમના રાજકીય વિચારોના આધારે તેમને અટકાયતમાં રાખવા એ રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા અસંમતિને દબાવવાનો સ્પષ્ટ પ્રયાસ છે. આ સ્પષ્ટપણે ગેરબંધારણીય છે.
યુનિવર્સિટી શું કહે છે?
જ્યોર્જટાઉન યુનિવર્સિટીએ પણ આ મામલે સુરીને ટેકો આપતું નિવેદન બહાર પાડ્યું હતું. નિવેદનમાં લખ્યું હતું કે, 'ડૉ. ખાન સુરી એક ભારતીય નાગરિક છે જેમને ઇરાક અને અફઘાનિસ્તાનમાં શાંતિ નિર્માણ પર ડોક્ટરલ સંશોધન કરવા માટે યુનાઇટેડ સ્ટેટ્સની મુસાફરી માટે વિઝા આપવામાં આવ્યો હતો. અમને તેની કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવણીની જાણ નથી. અમને તેની અટકાયતનું કોઈ કારણ મળ્યું નથી.
હમાસ પર પ્રચાર ફેલાવવાનો આરોપ
બશર ખાન સૂરીની વર્જિનિયાના આર્લિંગ્ટન સ્થિત તેમના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી. ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીના પ્રવક્તા ટ્રિશિયા મેકલોફલિને એક્સ પર લખ્યું હતું કે સુરી જ્યોર્જટાઉન યુનિવર્સિટીમાં વિદેશી વિનિમયનો વિદ્યાર્થી હતો જે હમાસને સક્રિયપણે પ્રોત્સાહન આપી રહ્યો હતો અને સોશિયલ મીડિયા પર યહૂદી વિરોધી ભાવનાને પ્રોત્સાહન આપી રહ્યો હતો. મેકલોફલિને તેમના પર એક શંકાસ્પદ આતંકવાદી સાથે ગાઢ સંબંધો હોવાનો આરોપ મૂક્યો હતો જે હમાસના વરિષ્ઠ સલાહકાર છે. તેમણે એમ પણ કહ્યું કે વિદેશ વિભાગે નિર્ણય લીધો છે કે સંશોધકને હવે ઇમિગ્રેશન કાયદાની જોગવાઈ હેઠળ દેશનિકાલ કરી શકાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech