૧૧ સપ્ટેમ્બર, ૨૦૦૧ના આતંકવાદી હત્પમલા બાદ એફબીઆઈની તપાસ હેઠળ આવેલા સાઉદી નાગરિક ઓમર અલ–બયુમીના વીડિયો સામે આવ્યા છે, જે આ કેસ અંગે લાંબા સમયથી ચાલતા પ્રશ્નો ઉભા કરે છે. બીબીસીની તપાસ મુજબ, નવા જાહેર થયેલા ફટેજમાં અલ–બયુમી અનવર અલ–અવલાકીને ગળે લગાવતો અને તેની સાથે પેઇન્ટબોલમાં ભાગ લેતો દેખાય છે. આ પુરાવા હોવા છતાં, એફબીઆઈ આ બાબતે મૌન રહ્યું.
આ વીડિયો બીબીસી પેનોરમા અને રેડિયો ૪ દ્રારા મેળવવામાં આવ્યા હતા. ૯૧૧ના હત્પમલા પછી તપાસ એજન્સીઓએ પુરાવા તરીકે તેમને એકત્રિત કર્યા હતા, પરંતુ અત્યાર સુધી તેમને કયારેય જાહેર કરવામાં આવ્યા ન હતા. આ મામલો ૯૧૧ના પીડિતોના પરિવારો દ્રારા દાખલ કરાયેલા આશરે ૧ ટિ્રલિયન ડોલરના મુકદ્દમા સાથે પણ જોડાયેલો છે, જેમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે સાઉદી અરેબિયા કોઈક રીતે હત્પમલામાં સામેલ હતું.
ઓમર અલ–બાયોમી ૧૯૯૪માં સાઉદી અરેબિયાથી અંગ્રેજીનો અભ્યાસ કરવાના બહાને સાન ડિએગો આવ્યો હતો. જોકે, કોર્ટના દસ્તાવેજો સ્પષ્ટ્ર કરે છે કે તેણે અભ્યાસ પડતો મૂકીને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવાનું શ કરી દીધું હતું. અહેવાલ મુજબ, ૧૯૯૭ અથવા ૧૯૯૮ની શઆતમાં શૂટ થયેલા ફટેજમાં બાયોમી, અવલાકી અને અન્ય લોકો મિલિટરી અંદાજમાં પેઇન્ટબોલની લડાઈ લડતા જોવા મળે છે. કેટલાકે લશ્કરી ડ્રેસ પહેર્યા હતા અને યુદ્ધના મેદાનની જેમ આગળ વધતી વખતે અલ્લાહત્પ અકબરના નારા લગાવી રહ્યા હતા. ૯૧૧ હત્પમલા પછી બાયોમીની તપાસ કરી રહેલા એબીઆઈ એજન્ટોને બાતમી મળી હતી કે કેટલાક સહભાગીઓ આ સત્રોનો ઉપયોગ 'જેહાદની તાલીમ' માટે કરતા હતા. અવલાકીની આતંકવાદી પ્રવૃત્તિઓ વ્યાપક સ્તરે જાહેર થઈ તે પહેલાંથી જ તે અલ–કાયદા સાથે સંપર્કમાં હતો. અન્ય એક કિલપમાં જાન્યુઆરી ૧૯૯૮માં બાયોમી અને અવલાકી ગળે મળતા દેખાય છે, યારે બાકીના વીડિયોમાં તે સાઉદી મંત્રાલયના ધાર્મિક અધિકારીઓ સાથે બેઠકો કરતો જોવા મળે છે.
બીબીસી અનુસાર, એફબીઆઈ તપાસકર્તાઓને પાછળથી જાણ કરવામાં આવી હતી કે કેટલાક વ્યકિતઓ આ પેઇન્ટબોલ સત્રોનો ઉપયોગ જેહાદ માટે તાલીમ આપવા માટે કરે છે. તે સમય સુધીમાં, અલ–અવલાકી પહેલાથી જ અલ–કાયદાના ચોક્કસ સભ્યો સાથે સંબંધો ધરાવતા હોવાનું જાણવા મળ્યું હતું. ૨૦૧૧ માં યુએસ ડ્રોન હત્પમલામાં તેનું મોત નીપયું હતું.
ઓમર અલ–બાયુમી ૧૯૯૪ માં સાન ડિએગો આવ્યો હતો. તે સમયે, તેણે દાવો કર્યેા હતો કે તે અંગ્રેજી ભાષાનો અભ્યાસ કરવા માટે યુએસ આવ્યો હતો. જો કે, પછીની તપાસમાં પુરાવા મળ્યા કે તેણે મોટાભાગે પોતાનો અભ્યાસ છોડી દીધો હતો અને ધાર્મિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં વધુને વધુ સામેલ થઈ ગયો હતો