પોરબંદરના ઉદ્યોગનગર પોલીસમથકની ટીમે ૮૦ હજાર પિયાના ગુમ થયેલા ચાર મોબાઇલ મૂળમાલિકને પરત કર્યા છે.
જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરિક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર જિલ્લાના પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા ગુમ, ચોરી થયેલ મોબાઇલ ફોન શોધી કાઢવા સૂચનાઓ કરવામાં આવેલ હોય
જે અનુસંધાને પોરબંદર ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સુરજીત મહેડુની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ થયેલ મોબાઇલ ફોન શોધી કાઢવા સુચના કરેલ હતી.
જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેકટર આર.એમ. રાઠોડ તથા પોલીસ સ્ટાફના માણસોે દ્વારા મોબાઇલ ફોન શોધી કાઢવા ટીમો બનાવી ટેકનીકલ સોર્સના આધારે ‘સી.ઇ.આઇ.આર.’ પોર્ટલ સેન્ટ્રલ ઇકવીપમેન્ટ આઇડેન્ટીટી રજીસ્ટર ગવર્નમેન્ટ વેબસાઇટની મદદથી ટ્રેકીંગમાં મૂકી સી.ઇ.આઇ.આર પોર્ટલમાં સતત મોનીટરીંગ કરી ગુમ થયેલ મોબાઇલ ફોનો ટે્રસ કરી શોધી કાઢવામાં આવેલ છે. જેમાં કુલ મોબાઇલ ફોન ચાર જેની કિંમત ા. ૭૯,૪૯૭ ના શોધી ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત તેના મૂળ માલિકોને મોબાઇલ ફોન પરત સોંપેલ છે.
જેમાં પોરબંદરના છાયા નવાપરામાં રહેતા રાણાભાઇ ભીખુભાઇ વાઢીયાનો ૩૩૦૦૦ની કિંમતનો ફોન, પોરબંદરમાં જ્યુબેલી ગૌશાળાની બાજુમાં રહેતા પ્રિતેશ ત્રિભોવનદાસભાઇ હીન્ડોચાનો ૨૧,૯૯૯ ા.નો મોબાઇલ ફોન, બોખીરાના કે.કે.નગરમાં રહેતા નીમલબેન મુળજીભાઇ ગોહેલનો ૧૫,૯૯૯ ા.નો મોબાઇલ અને જ્યુબેલીના રોયલ પાર્લરવાળા કોમલબેન રાહુલભાઇ રાઠોડનો ૮,૪૯૯ની કિંમતનો મોબાઇલ ફોન શોધી પરત કરેલ છે.
આ કામગીરીં પી.આઇ. આર.એમ. રાઠોડ, હેડકોન્સ્ટેબલ પી.ડી.સરવૈયા, પોલીસ કોન્સ્ટેબલ દેવેન્દ્રસિંહ ધીભા તથા સીચત ભીખાભાઇ દ્વારા કરવામાં આવેલ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech