આઈપીએલ ઓક્શન 2026માં ખેલાડીઓનું પણ નસીબ ચમક્યું છે. આકિબ ડારને 8.40 કરોડમાં દિલ્હી કેપિટલ્સે ખરીદ્યો છે. જ્યારે પ્રશાંત વીરને 14.20 કરોડમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ખરીદ્યો છે. આ બંને ખેલાડીઓની બેઝ પ્રાઈઝ 30 લાખ હતી.
કાર્તિક શર્મા 14.20 કરોડમાં ચેન્નાઈ સુપર કિંગ્સને ખરીદ્યો છે.
20 વર્ષના પ્રશાંતે 10 મેચમાં 155.34ના સ્ટ્રાઇક રેટથી 320 રન બનાવ્યા હતા. આ ઉપરાંત, તેણે બોલિંગમાં 8 વિકેટો પણ ઝડપી હતી. આકિબ ડાર પેસ બોલિંગ ઓલરાઉન્ડરે ગત રણજી સીઝનની 8 મેચમાં 44 વિકેટ ઝડપી હતી. તે ડોમેસ્ટિકમાં જમ્મુ-કાશ્મીર તરફથી રમે છે.
રવિ બિશ્નોઈને રાજસ્થાન રોયલ્સે રૂ.7.20 કરોડમાં ખરીદ્યો
લેગ-સ્પિનર રવિ બિશ્નોઈને રાજસ્થાન રોયલ્સે રૂ.7.20 કરોડમાં ખરીદ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝના અકીલ હુસૈનને ચેન્નાઈ સુપર કિંગ્સે રૂ.2 કરોડની બેઝ પ્રાઈઝ પર ખરીદ્યો હતો. મુજીબ ઉર રહેમાન અને મહિશ તક્ષ્ના હરાજીમાં અનસોલ્ડ રહ્યા.
ગ્રીનને 18 કરોડ રૂપિયા જ મળશે
કોલકાતા નાઇટ રાઇડર્સે ભલે કેમરૂન ગ્રીનને 25.20 કરોડ રૂપિયામાં ખરીદ્યા હોય, પરંતુ ગ્રીનને માત્ર 18 કરોડ રૂપિયા જ મળશે. બાકીના 7.20 કરોડ રૂપિયા BCCIના વેલ્ફેર ફંડમાં જમા કરાવી દેવામાં આવશે.
ખરેખર, BCCIએ ગયા વર્ષે જ વિદેશી ખેલાડીઓ માટે મિની ઓક્શનમાં 18 કરોડ રૂપિયાની અપર લિમિટ નક્કી કરી દીધી હતી. આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો હતો જેથી વિદેશી ખેલાડીઓ વધારે માંગનો અયોગ્ય ફાયદો ન ઉઠાવી શકે.