BREAKING NEWS

ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાને મળ્યા નવા હોદ્દેદારો: પૂર્વ IAS અધિકારી એમ.એસ. પટેલ પ્રમુખ, મૌલેશભાઈ ઉકાણીને ઉપપ્રમુખ તરીકે રિપીટ કરાયા

  • October 04, 2026 03:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કડવા પાટીદાર સમાજના સર્વોચ્ચ આસ્થા કેન્દ્ર સમાન ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનમાં નવા હોદ્દેદારોની નિમણૂંક કરવામાં આવી છે. સંસ્થાનની મળેલી મહત્વની કારોબારી બેઠકમાં સર્વાનુમતે નવા વહીવટી માળખાની જાહેરાત કરવામાં આવી છે, જેને લઈને સમાજમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

સંસ્થાનના નવા પ્રમુખ તરીકે પૂર્વ IAS અધિકારી અને ભાજપના પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ મહેન્દ્ર પટેલ એટલે કે એમ. એસ. પટેલની વરણી કરવામાં આવી છે અને સમગ્ર સંસ્થાનનો વહીવટ તેમને સોંપાયો છે. આ મહત્વપૂર્ણ જવાબદારી મળવાથી સંસ્થાનના વિકાસ કાર્યોને વધુ વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ ઉપરાંત, સંસ્થાનના ઉપપ્રમુખ તરીકે બાબુભાઈ પટેલ ખોરજવાળાની પસંદગી કરવામાં આવી છે, જ્યારે બીજા ઉપપ્રમુખ તરીકે અગ્રણી ઉદ્યોગપતિ મૌલેશભાઈ ઉકાણીને રિપીટ કરવામાં આવ્યા છે. તેમજ માનદ મંત્રી તરીકે મુકેશ એ. પટેલની નિમણૂક કરવાનો આ કારોબારી બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.


નવા વહીવટી માળખાની આ જાહેરાત બાદ પાટીદાર સમાજના આગેવાનો અને શ્રદ્ધાળુઓ દ્વારા નવા હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે. સંસ્થાનના ઉત્થાન અને સમાજ ઉપયોગી કાર્યો માટે આ નવી ટીમ આગામી સમયમાં કેવા પગલાં ભરે છે તેના પર સૌની નજર રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application