ભારતીય કંપ્નીઓમાં એઆઈનો ઉપયોગ જે ઝડપે વધ્યો છે, તેની પર દેખરેખ રાખવા માટે તેટલી ઝડપથી સુરક્ષા અને નિરીક્ષણ વ્યવસ્થા ઊભી થઈ શકી નથી. સર્વિસનાઉના રિપોર્ટ અનુસાર, છેલ્લા એક વર્ષમાં 10માંથી 9 ભારતીય કંપ્નીઓએ એઆઈ એજન્ટ સાથે સંકળાયેલી સુરક્ષાના ખતરાનો સામનો કર્યો છે. માત્ર 36 ટકા કંપ્નીઓ જ 24 કલાકમાં તેના પર નિયંત્રણ મેળવી શકી છે, જ્યારે 37 ટકા કંપ્નીઓમાં અજ્ઞાત એઆઈ એજન્ટ મળી આવ્યા છે. માત્ર 19 ટકા કંપ્નીઓએ જ આ માટે સુરક્ષા અધિકારીની નિમણૂક કરી છે. એઆઈ નિયંત્રણ બહાર જાય તો તે જોખમી સાબિત થઈ શકે છે, કારણ કે કંપ્નીઓ ગ્રાહક સેવા અને કોડિંગ જેવા કામો માટે તેનો ઉપયોગ કરી રહી છે.
રિપોર્ટ મુજબ, લગભગ એક-તૃતીયાંશ એટલે કે 32.5 ટકા કંપ્નીઓમાં એઆઈ એજન્ટ્સે ગેરકાયદેસર રીતે ગુપ્ત માહિતી સુધી પહોંચ મેળવી લીધી હતી. ઘણા એજન્ટ્સે પોતાની મરજીથી સિસ્ટમની સેટિંગ્સ અને પરવાનગીઓમાં પણ ફેરફાર કરી દીધો હતો.
અન્ય એક સર્વે ’સોલ્ટ સિક્યોરિટી’ અનુસાર, વિશ્વની લગભગ અડધી કંપ્નીઓ (49.8 ટકા)એ પુષ્ટિ કરી છે અથવા શંકા વ્યક્ત કરી છે કે છેલ્લા એક વર્ષમાં તેમના એઆઈ એજન્ટ્સે એવા કામ કયર્િ છે જેની તેમને મંજૂરી નહોતી. જે કંપ્નીઓમાં આ સમસ્યા જોવા મળી, તેમાંથી અડધાથી વધુ (53.9 ટકા) કિસ્સાઓમાં એઆઈ એજન્ટ્સે બહારની સિસ્ટમ કે એપ્સ સાથે સંપર્ક કર્યો અને વ્યવહારો કયર્.િ આ ઉપરાંત 41.9% મામલામાં એઆઈએ કંપ્નીનો મહત્વપૂર્ણ ડેટા બદલી નાખ્યો અથવા ડિલીટ કરી દીધો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application