ઉપલેટા પંથક ધર્મભકિતની સાથે સાથે દેશભકિતના રંગે રંગાયું છે. સ્વાતંય દિનની પૂર્વ સંધ્યાએ વિવિધ દેશભકિતના કાર્યક્રમો યોજાશે. શ્રાવણમાં પંથકના તમામ શિવાલયો, મંદિરોમાં શણગાર તેમજ દરરોજ મહાઆરતીઓ યોજાઇ રહી છે. વડીલોથી માંડી નાના બાળકો શિવની ભકિતમાં લીન બન્યા છે સાથે સાથે દેશના ૭૮માં સ્વાતંય દિનની ઉજવણ માટે તંત્રમાં ભારે ધમધમાટ જોવા મળી રહ્યો છે. એક અઠવાડિયાથી વહીવટી તત્રં દ્રારા તાલુકાના દરેક ગામોમાં હર ઘર તિરંગા નારા સાથે વિવિધ દેશભકિતના કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. ગઇકાલે તાલુકા વહીવટી આગેવાનીમાં વડાળી ગામે શહિદ વીર મહેશ સાગઠીયાને ભાવ વંદના અપાઇ હતી તેમજ શહીદ મહેશભાઇના પિતા અને ધારાસભ્ય ડો.મહેન્દ્રભાઇ પાડલિયાના હસ્તે મામલતદાર મહેશ ધનવાણીની હાજરીમાં ધ્વજવંદન કરાયું હતું અને પ્રાથમિક શાળામાં તીરંગા વિશે શાળાના બાળકો દ્રારા વકતવ્ય રજૂ કરવામાં આવ્યું હતું તેમજ શહિદ સ્મારકથી શહેરના મુખ્ય રસ્તાઓથી વડાળી પ્રાથમિક શાળા ખાતે તિરંગા યાત્રા યોજાઇ હતી. તેમાં વિશાળ સંખ્યામાં લોકો જોડાયા હતાં. પીઆઇ ગોહિલની આગેવાનીમાં તિરંગા સાથે વિશાળ બાઇક રેલી નીકળી હતી. પાલિકાના ચીફ ઓફિસર નિલમ ઘેટીયા દ્રારા શહેરના મુખ્ય માર્ગેા તેમજ ગલી મહોલ્લામાં તિરંગા ધ્વજનું વિતરણ કરાયું હતું. પંથકમાં મામલતદાર મહેશ ધનવાણી અને તેમની ટીમ દ્રારા છ હજાર જેટલા તિરંગા ધ્વજનું વિતરણ કરાયું હતું. જયારે ભાયાવદર અને ઉપલેટામાં આજ સવારે વિશાળ તિરંગા યાત્રા યોજાઇ હતી અને તેમાં વિશાળ સંખ્યામાં લોકો જોડાયા હતાં. જયારે ઉપરની તસવીરમાં દેખાતા નાના બાળકો શિવ બોરિઆ દ્રારા દર વર્ષની જેમ આ વર્ષે પણ માટીના શિવલિંગ બનાવી ઘરે પૂજા અર્ચન કરવામાં આવી રહ્યું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવાડીનાર ખાતે કોસ્ટ ગાર્ડ રિજન દ્વારા બેડમિન્ટન ચેમ્પિયનશિપ
May 02, 2025 10:44 AMસ્કાયપેની જગ્યા હવે 5મીથી ટીમ્સ લેશે
May 02, 2025 10:41 AMજન્મજાત મૂકબધિર બાળકી સાંભળતી થઈ, હવે બોલતી કરવાના પ્રયાસ ચાલુ
May 02, 2025 10:37 AMદ્વારકા જિલ્લા કેલકટર કચેરી ખાતે વર્ષાઋતુની પૂર્વ તૈયારી માટે સમીક્ષા બેઠક
May 02, 2025 10:37 AMએમ.એસ.એમ.ઇ.ને મજબુત બનાવવાના હેતુસર આયોજીત ગુણવત્તા યાત્રા દ્વારકા પહોંચી
May 02, 2025 10:30 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech