જામનગર-લાલપુર ધોરી માર્ગ પર લાલપુર નજીક કુકડા કેન્દ્ર પાસે જાહેર માર્ગ પર ટ્રેક્ટરની ટ્રોલી સાથે પાછળથી અથડાઈ પડેલા બાઈકના ચાલક દેવગઢ ગામના વૃઘ્ધ ખેડૂતનું ગંભીર ઇજા થવાના કારણે મૃત્યુ નીપજ્યું છે.
લાલપુર તાલુકાના દેવગઢ ગામમાં રહેતા અને ખેતી કામ કરતા કાનાભાઈ ભીખાભાઈ ઝુંઝા નામના ૬૦ વર્ષના વૃઘ્ધ ગત તા. ૩૧ના રોજ જામનગર- લાલપુર રોડ પર પોતાનું બાઇક નં. જીજે૧૦બીએચ-૨૮૫૮ લઈને જઈ રહ્યા હતા, જે દરમિયાન કુકડા કેન્દ્ર પાસે જી.જે.૧-એફ.ક્યુ.-૩૨૪૯ નંબરના ટ્રેક્ટરના ચાલકે કોઈપણ પ્રકારની સાઈડ કે નિશાની રાખ્યા વગર પોતાનું ટ્રેક્ટર ટ્રોલી સાથે માર્ગ પર ઉભું રાખી દીધું હતું. જે ટ્રેક્ટરની ટ્રોલીની પાછળ બાઈક ચાલક બુઝુર્ગ ધડાકા ભેર અથડાઈ પડ્યા હતા, અને તેઓને ગંભીર ઇજા થતા સારવારમાં લઇ જતા મૃત્યુ નીપજયું હતું.
આ અકસ્માતના બનાવ અંગે મૃતકના પુત્ર ખોડાભાઈ કાનાભાઈએ માર્ગ પર બેદરકારી પૂર્વ ટ્રેક્ટર ઉભું રાખનાર ટ્રેક્ટરના ચાલક સામે લાલપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે લાલપુર પોલીસ દ્વારા આરોપીની અટકાયત કરવા તપાસ લંબાવવામાં આવી છે.
***
ખંભાળિયા નજીક બાઇક સ્લીપ થતા વડત્રાના યુવાનનું મૃત્યુ
ખંભાળિયા તાલુકાના વડત્રા ગામે રહેતા ભિમશીભાઈ દેવાતભાઈ જોગલ નામના ૨૨ વર્ષના યુવાન ગત તારીખ ૧૯ ડિસેમ્બરના રોજ પોતાના જી.જે. ૧૦ સી.કે. ૧૦૦૯ નંબરના મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યા હતા, ત્યારે તેમના બાઈક આડે એકાએક કુતરુ આવી જતા ભિમશીભાઈનું મોટરસાયકલ સ્લીપ થઈ ગયું હતું. આ અકસ્માતમાં તેમને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ મૃતકના પિતા દેવાતભાઈ અરશીભાઈ જોગલે અહીંની પોલીસને કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત ટાઇટન્સની શાનદાર જીત: હૈદરાબાદને 38 રને હરાવી પોઇન્ટ્સ ટેબલમાં બીજા ક્રમે
May 02, 2025 11:52 PMપડધરીમાં બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાઈ, પાસપોર્ટ-વિઝા વિના ગેરકાયદેસર પ્રવેશ
May 02, 2025 09:12 PMઆર્જેન્ટિનામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
May 02, 2025 09:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech