BREAKING NEWS

સપ્ટેમ્બરમાં વાહનોના વેચાણમાં 31.7%નો વધારોઃ ઇલેક્ટ્રિક વ્હીકલ બન્યા પહેલી પસંદ, જાણો વધુ વિગત

  • October 06, 2026 12:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઓટોમોબાઈલ કંપનીઓ માટે તહેવારોની સિઝન અગાઉ જ દિવાળી જેવું વાતાવરણ સર્જાયું છે. સપ્ટેમ્બર ૨૦૨૬માં દેશમાં વાહનોની કુલ વેચાણ વૃદ્ધિ વાર્ષિક ધોરણે ૩૧.૭ ટકા વધી છે. કારોના વેચાણમાં ૩૨.૪ ટકાનો મોટો વધારો જોવા મળ્યો છે. ખાસ કરીને ઇલેક્ટ્રિક કારોનું વેચાણ ૯૩.૮ ટકાના જબરદસ્ત ઉછાળા સાથે ૩૬,૦૦૦ યુનિટને પાર કરી ગયું છે, જે અત્યાર સુધીના ઇતિહાસમાં કોઈપણ એક મહિનામાં ઇલેક્ટ્રિક કારોનું સર્વાધિક વેચાણ છે. આ સાથે જ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરના વેચાણમાં પણ ૮૮.૫ ટકાનો નોંધપાત્ર વધારો થયો છે.   

અહેવાલ મુજબ સપ્ટેમ્બર ૨૦૨૬માં કુલ વાહન વેચાણ ૩૧.૭ ટકા વધ્યું છે, જ્યારે ટુ-વ્હીલર વાહનોમાં ૩૩.૧ ટકા, કારોમાં ૩૨.૪ ટકા, કોમર્શિયલ વાહનોમાં ૨૨.૨ ટકા, ત્રિચક્રી વાહનોમાં ૧૩.૯ ટકા, ટ્રેક્ટરોમાં ૩૮.૨ ટકા, ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરમાં ૮૮.૫ ટકા અને ઇલેક્ટ્રિક કારોમાં ૯૩.૮ ટકાનો વધારો નોંધાયો છે. કુલ મળીને સપ્ટેમ્બરમાં ૨.૦૭ લાખ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર વાહનો વેચાયા હતા.   

દેશભરમાં ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ ભલે તેજીથી વધતું હોય, પરંતુ ૫૨,૭૧૮ સાર્વજનિક ચાર્જિંગ કેન્દ્રો હોવા છતાં ગ્રાહકોની મુશ્કેલીઓ પૂરી થઈ નથી. ચાર્જર ચાલુ ન મળવું, મોંઘી ચાર્જિંગ સુવિધા અને આવાસ સોસાયટીઓમાં ઘર પર ચાર્જર લગાવવાની જટિલતાઓ હજુ પણ મોટા અવરોધો તરીકે ઊભી છે.   

જો કારોની બજારમાં હિસ્સેદારીની વાત કરીએ તો, પેટ્રોલ-ડિઝલ કારોનો હિસ્સો ૬૮.૨ ટકા છે, જ્યારે સીએનજી કારો ૨૩.૨ ટકા અને ઇલેક્ટ્રિક કારો ૮.૬ ટકા હિસ્સો ધરાવે છે.   

ઇલેક્ટ્રિક કાર માર્કેટમાં કંપનીઓમાં ટાટા મોટર્સ ગયા વર્ષે ૩૯.૭ ટકા સામે આ વર્ષે ૪૧.૦ ટકા હિસ્સા સાથે મોખરે છે. મહિન્દ્રા ગયા વર્ષના ૨૧.૩ ટકાથી વધીને ૨૧.૫ ટકા હિસ્સો ધરાવે છે.   
એમજી મોટર્સ ૨૫.૯ ટકાથી ઘટીને ૧૪.૫ ટકા પર આવી ગઈ છે. મારુતિ ઝીરો ટકાથી વધીને હવે ત્રણ ટકા હિસ્સા સાથે બજારમાં પ્રવેશી છે.   



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application