BREAKING NEWS

જીએસટી ઘટાડાની ઇફેક્ટ: રાજકોટમાં નોરતામાં રૂ.૯૦ કરોડના વાહનો વેચાયા

  • October 03, 2025 02:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ સહિત દેશભરમાં તા.૨૨ સપ્ટેમ્બરને પ્રથમ નોરતાથી જીએસટી દર ઘટાડાનો અમલ શરૂ કર્યો તેની સીધી અસર આ વર્ષે ઓટો માર્કેટ ઉપર જોવા મળી છે, નોરતા દરમિયાન રાજકોટ શહેરમાં તા.૨૨ સપ્ટેમ્બર ૨૦૨૫થી ગઇકાલે તા.૨ ઓક્ટોબરને દશેરા સુધીના ૧૦ દિવસમાં કુલ રૂ.૯૦ કરોડની કિંમતના ૪૭૧૮ વાહનોનું વેંચાણ થતા મહાપાલિકાને વાહન વેરા પેટે ૧.૬૭ કરોડની માતબર આવક થઇ હતી.

વિશેષમાં રાજકોટ મહાપાલિકાના અધિકારી સૂત્રોના જણાવ્યા મુજબ ગત વર્ષ ૨૦૨૪માં નવરાત્રી દરમિયાન ૨૯૬૬ વાહનોનું વેંચાણ થયું હતું જેની કુલ કિંમત ૫૮.૭૯ કરોડ હતી અને મહાપાલિકાને વાહનવેરા પેટે રૂ.૧.૧૦ કરોડની આવક થઇ હતી. આમ ગત વર્ષની તુલનાએ આ વર્ષે વાહન વેંચાણમાં બમણાં જેવો વધારો થયો છે. આ વાહન વેંચાણ ફક્ત રાજકોટ શહેરનું જ છે. આ ઉપરાંત રાજકોટ જિલ્લાના અન્ય ગામો તેમજ સૌરાષ્ટ્રના અન્ય શહેરોમાં વેંચાયેલા વાહનોની સંખ્યા અલગ છે.


નોરતામાં આટલા વાહનો વેચાયા ?

વાહન પ્રકાર---ઇંધણ---વેંચાણ સંખ્યા

ટુ વ્હીલર સીએનજી ૨૨

ટુ વ્હીલર ડીઝલ ૦૧

ટુ વ્હીલર અન્ય ૦૨

ટુ વ્હીલર પેટ્રોલ ૩૮૭૬

થ્રી વ્હીલર કોમર્શિયલ સીએનજી ૦૧

થ્રી વ્હીલર કોર્મશિયલ ડીઝલ ૧૨

થ્રી વ્હીલર પેસેન્જર સીએનજી ૨૨૨

થ્રી વ્હીલર પેસેન્જર પેટ્રોલ ૦૧

ફોર વ્હીલર એલસીવી સીએનજી ૪૩

ફોર વ્હીલર એલસીવી ડીઝલ ૪૧

ફોર વ્હીલર એલસીવી પેટ્રોલ ૦૨

ફોર વ્હીલર કાર સીએનજી ૨૨૮

ફોર વ્હીલર કાર ડીઝલ ૪૧

ફોર વ્હીલર કાર પેટ્રોલ ૨૦૮

ફોર વ્હીલર એચસીવી સીએનજી ૦૧

ફોર વ્હીલર એચસીવી ડીઝલ ૧૦

સિક્સ વ્હીલર એચસીવી ડીઝલ ૧૦

અન્ય ડીઝલ ૦૧

કુલ વાહન વેંચાણ સંખ્યા: ૪૭૧૮

કુલ વાહન કિંમત: રૂ.૯૦ કરોડ

કુલ વાહન વેરા આવક: ૧.૬૭ કરોડ



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application