સોમનાથ નજીક હિરણ નદીમાં ખનીજ ખનન પર વેરાવળ મામલતદારની કાર્યવાહી
સોમનાથ નજીક હિરણ નદીમાં ખનીજ ખનન પર વેરાવળ મામલતદારની કાર્યવાહી
June 08, 2026 10:33 AM
સોમનાથ નજીક વહેતી હિરણ નદીમાં છેલ્લ ા કેટલાક સમયથી ચાલી રહેલા કથિત ગેરકાયદે ખનીજ ખનનના મામલે આખરે વહીવટી તત્રં હરકતમાં આવ્યું છે. વેરાવળ મામલતદાર પરસાનિયાની ટીમે સ્થળ પર ત્રાટકી કાર્યવાહી હાથ ધરતા ખનીજ માફિયાઓમાં ભારે દોડધામ મચી ગઈ હતી. કાર્યવાહીમાં જેસીબી, હિટાચી મશીન અને બે ટ્રેકટર સહિતનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ સમગ્ર ઘટનાએ માત્ર ગેરકાયદે ખનનની પ્રવૃત્તિઓને જ ઉજાગર કરી નથી, પરંતુ જવાબદાર વિભાગોની કામગીરી અને તેમની ભૂમિકા અંગે પણ ગંભીર સવાલો ઊભા કર્યા છે. ખાસ કરીને ખાણ–ખનીજ વિભાગ અને સિંચાઈ વિભાગની કામગીરી સામે સ્થાનિકોમાં ભારે ચર્ચા શ થઈ છે. મળતી માહિતી મુજબ હિરણ નદીના પટમાં છેલ્લ ા ઘણા સમયથી નિયમોનું ઉલ્લ ંઘન કરીને ખનીજ કાઢવામાં આવી રહ્યો હોવાના આક્ષેપો સ્થાનિકો દ્રારા કરવામાં આવી રહ્યા હતા. અનેક વખત રજૂઆતો અને ફરિયાદો કરવા છતાં કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા ન હોવાના આરોપો પણ ઉઠા હતા. જેના કારણે સ્થાનિક લોકોમાં રોષની લાગણી વ્યાપી હતી. આ દરમિયાન વેરાવળ મામલતદાર પરસાનિયાની ટીમે સ્થળ પર પહોંચી અચાનક તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન સ્થળ પરથી ભારે મશીનરી અને વાહનો મળી આવતા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી ખાણ–ખનીજ વિભાગ, આરટીઓ અને સિંચાઈ વિભાગના અધિકારીઓને પણ સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા. સ્થાનિકોમાં સૌથી વધુ ચર્ચાનો વિષય એ છે કે જો ગેરકાયદે ખનન લાંબા સમયથી ચાલી રહ્યું હતું તો જવાબદાર વિભાગોને તેની જાણ કેમ ન થઈ? અને જો જાણ હતી તો સમયસર કાર્યવાહી કેમ ન કરવામાં આવી? આ સવાલોના જવાબ હજુ સુધી સ્પષ્ટ્ર રીતે સામે આવ્યા નથી