BREAKING NEWS

પંચમહાલના પીઢ રાજકારણી અને પૂર્વ મંત્રી ઉદેસિંહ બારીયાનું 73 વર્ષની વયે નિધન

  • March 22, 2026 08:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત સરકારના પૂર્વ રાજ્યકક્ષાના મંત્રી અને પંચમહાલ જિલ્લાના કદાવર નેતા શ્રી ઉદેસિંહ બારીયાનું ૭૩ વર્ષની વયે દુઃખદ અવસાન થયું છે. તેમના નિધનના સમાચાર વહેતા થતા જ સમગ્ર પંચમહાલ જિલ્લા સહિત ગુજરાતના રાજકીય આલમમાં શોકની લહેર ફરી વળી છે. ઉદેસિંહ બારીયા હાલોલ બેઠક પરથી સતત પાંચ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાઈને જનસેવાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.


​​​​​​​ઉદેસિંહ બારીયા હાલોલ વિધાનસભા બેઠક પર પકડ ધરાવતા નેતા હતા. તેઓ સતત પાંચ ટર્મ સુધી ધારાસભ્ય તરીકે વિજેતા બન્યા હતા. લોકસંપર્ક અને જમીની સ્તરના કાર્યોને કારણે તેઓ પંચમહાલમાં 'લોકનેતા' તરીકે જાણીતા હતા. ખાસ કરીને આદિવાસી અને પછાત વર્ગના ઉત્થાન માટે તેમણે કરેલા કાર્યો હંમેશા યાદ રાખવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application