BREAKING NEWS

રાજકોટના મવડી વિસ્તારનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ, આપા ગીગાના ઓટલાવાળા નરેન્દ્ર સોલંકીને યુવકે ફડાકો માર્યો

  • October 26, 2026 11:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં મવડી વિસ્તારમાં રહેતા અને 'આપગીગા ઓટલા' સાથે જોડાયેલા પૂર્વ કોર્પોરેટર નરેન્દ્ર સોલંકી પર એક યુવકે અચાનક હુમલો કરી દીધો હતો. આ સમગ્ર ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.


મળેલી પ્રાથમિક માહિતી અનુસાર રાજકોટના મવડી વિસ્તારમાં કોઈ બાબતે બોલાચાલી થયા બાદ યુવકે પૂર્વ કોર્પોરેટર નરેન્દ્ર સોલંકીને જાહેરમાં ફડાકો મારી દીધો હતો. ઘટના સ્થળે હાજર લોકોએ આ સમગ્ર મામલાનો વીડિયો પોતાના કેમેરામાં કેદ કરી લીધો હતો, જે બાદમાં સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર વાયરલ થયો હતો.


આ ઘટનાને પગલે સ્થાનિક રાજકારણ અને વિસ્તારમાં ભારે ચર્ચા જાગી છે. વીડિયો વાયરલ થયા બાદ પોલીસ પણ એક્શનમાં આવી છે અને આ બાબતે હુમલો કરનાર યુવક કોણ હતો તથા હુમલા પાછળનું ચોક્કસ કારણ શું હતું તે અંગે આગળની વધુ તપાસ હાથ ધરી રહી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application