શહેરના મોરબી રોડ વિસ્તારમાં રહેતા ગેરેજ સંચાલકે પાડોશમાં રહેતી ૧૬ વર્ષની સગીરવયની વિધાર્થીનીને સ્કુલે જતી હતી ત્યારે તેનો પીછો કરી રસ્તામાંથી તેને કારમાં બેસાડી બસ સ્ટેન્ડ પાસે લઈ જ અહીં પર્લ હોટલમાં તેના પર દુષ્કર્મ આચયુ હતું. બાદમાં આ બાબતે કોઈને કઈં કહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. આ પ્રકારે આરોપીએ ત્રણથી ચાર વખત સગીરા સાથે દુષ્કર્મ આચયુ હતું. આ અંગે સગીરાના પરિવારજનોને જાણ થતા આરોપી સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે ગેરેજ સંચાલક સામે દુષ્કર્મ, ધમકી,પોકસો એકટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
દુષ્કર્મના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, શહેરના મોરબી રોડ વિસ્તારમાં રહેતા યુવાને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મોરબી રોડ પર જ રહેતા મૂળ ખેરડી ગામના વતની ગેરેજ સંચાલક દિવ્યેશ જીતુભાઈ આસોદરીયા(ઉ.વ ૨૩) નું નામ આપ્યું છે. જેના આધારે પોલીસે આરોપી સામે આઇપીસીની કલમ ૩૬૩, ૩૭૬(૨) (એન), ૫૦૬(૨) અને પોકસો એકટની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.
સગીરાના પિતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમની ૧૬ વર્ષ ૮ માસની દીકરી દોઢેક માસ પૂર્વે સ્કૂલે જતી હતી ત્યારે આરોપી દિવ્યેશ આસોદરિયાએ તેને રસ્તામાં રોકી પોતાની કારમાં બેસાડી બસ સ્ટેન્ડ પાસે આવેલી પર્લ હોટલ ખાતે લઈ ગયો હતો યાં તેણે સગીરા પર એકથી વધુ વખત દુષ્કર્મ કયુ હતું.બાદમાં તેણે સગીરાને ધમકી આપી હતી કે જો આ બાબતે કોઈને જાણ કરીશ તો જાનથી મારી નાખીશ.
આ બનાવ બાદ સગીરા બિલકુલ ગભરાઈ ગઈ હતી અને ગુમસૂમ રહેતી હતી. બાદમાં આરોપીએ ત્રણથી ચાર વખત આ પ્રકારે સગીરાને લઈ જઈ તેના પર દુષ્કર્મ આચયુ હતું.બીજી તરફ સગીરા શાળાએ નિયમિત જતી ન હોવાથી શાળા દ્રારા તેના વાલીને જાણ કરી હતી. બાદમાં સગીરાના માતા –પિતાએ શાળાએ ન જવા પાછળનું કારણ પૂછતા અને શાળાના સમયે કયાં ગઈ હતી? તે બાબતે પૂછતા અંતે સગીરાએ પોતાની સાથે બનેલી આ ઘટનાની આપવીતી જણાવી હતી. જે જાણી સગીરાના માતા પિતાના પગ તળેથી જમીન સરકી ગઈ હતી ત્યારબાદ તેમણે આ અંગે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધાવી છે.
દુષ્કર્મની આ ફરિયાદને લઇ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.એમ. જાડેજાની રાહબરી હેઠળ પીએસઆઇ કે.ડી.મા તથા તેમની ટીમે તાકીદે તપાસ હાથ ધરી આરોપી દિવ્યેશ આસોદરિયાને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપડધરીમાં બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાઈ, પાસપોર્ટ-વિઝા વિના ગેરકાયદેસર પ્રવેશ
May 02, 2025 09:12 PMઆર્જેન્ટિનામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
May 02, 2025 09:05 PMજામનગર હાપા યાર્ડ ખાતે એક રાષ્ટ્ર એક ચુંટણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 06:36 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech