હાલમાં જેતપુરના ચારણીયા ગામે રહેતી કોમલ(ઉ.વ ૨૮) નામની પરિણીતાએ જેતપુર તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ગોંડલના ડૈયા ગામે રહેતા પતિ પૃથ્વી ચંદુભાઇ રાઠોડ, સસરા ચંદુભાઇ,સાસુ ઉર્મીલાબેન, નણંદ કૃતીના નામ આપ્યા છે.પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેના લગ્ન ત્રણ વર્ષ પૂર્વે ગોંડલના ડૈયા ગામના પૃથ્વી સાથે થયા હતાં.જે લગ્નજીવન થકી સંતાનમાં બે વર્ષનો પુત્ર હેતરાજ છે.
લગ્નના થોડા મહિના સારી રીતે રાખ્યા બાદ પતિ સહિતના સાસરીયા નાની વાતે તથા ઘરકામ બાબતે બોલાચાલી કરી ઝઘડો કરતા હતાં.પરિણીતાને માવતરેથી દહેજ લાવવા માટે દબાણ કરતા હતાં.નાની મોટી બાબતે હેરાન પરેશાન કરી ઢીકાપાટુનો માર મરતા હતાં. સીમંત પ્રસંગે પરિણીતાને માવતર તેડી ગયા બાદ સાસારીયાઓ તેને લેવા જ આવ્યા ન હતાં.આ બાબતે તેમણે સાત મહિના પૂર્વે ગોંડલ મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી.જેમાં સાસરીયાવાળા હાજર રહ્યા ન હતાં.બાદમાં સમાધાનની વાત થઇ હતી.પરંતુ આજદિન સુધી સાસરીયાઓ તેડવા ન આવતા અંતે પરિણીતાએ પતિ સહિતના સાસરીયા વિરૂધ્ધ જેતપુર તાલુકા પોલીસ મથકમાં આ ફરિયાદ નોંધાવી છે.જે ફરિયાદના આધારે પોલીસે પરિણીતાના પતિ સહિતના સાસારીયા સામે ગુનો નોંધી તેની ઘરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમરેલી જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે બચાવ કામગીરી: 24 નાગરિકોને રેસ્ક્યુ કરાયા...જુઓ વીડિયો
June 16, 2025 11:15 PMગુજરાતમાં મેઘતાંડવ: સૌરાષ્ટ્રમાં જળબંબાકાર, 10 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ધોધમાર
June 16, 2025 09:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech