અમેરિકામાં ગેરકાયદેસર વસાહતીઓને દેશમાંથી તગેડી મૂકવાની રાષ્ટ્રપતિ ટ્રમ્પની નીતિ સામે ફાટી નીકળેલા હિંસક વિરોધ પ્રદર્શનોએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. પરિસ્થિતિને કાબૂમાં લેવામાં નિષ્ફળ રહેતા લોસ એન્જલસમાં કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે અને શહેરના મેયર કરેન બાસે કટોકટી જાહેર કરી છે.
છેલ્લા પાંચ દિવસથી લોસ એન્જલસમાં ચાલી રહેલા આ વિરોધ પ્રદર્શનો મંગળવારે રાત્રે વધુ હિંસક બન્યા હતા. જેને પગલે મંગળવારે રાત્રે 8 વાગ્યાથી બુધવારે સાંજે 6 વાગ્યા (સ્થાનિક સમય) સુધી ડાઉનટાઉન લોસ એન્જલસના કેટલાક ભાગોમાં કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે. સોમવાર સુધીમાં, આ વિરોધ પ્રદર્શનો અમેરિકાના 12 રાજ્યોના 25 શહેરોમાં ફેલાઈ ગયા હતા, જોકે સાન ફ્રાન્સિસ્કો, ડલ્લાસ, ઓસ્ટિન, ટેક્સાસ અને ન્યૂ યોર્ક જેવા શહેરોમાં મોટાભાગે શાંતિપૂર્ણ વિરોધ નોંધાયા હતા.
પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે રાષ્ટ્રપતિ ટ્રમ્પે મંગળવારે 4,000 નેશનલ ગાર્ડ્સ અને 700 મરીન કમાન્ડો લોસ એન્જલસ મોકલ્યા હતા. સોમવાર અને મંગળવાર દરમિયાન લોસ એન્જલસ પોલીસે 1,100 થી વધુ વિરોધકર્તાઓની ધરપકડ કરી છે. તેમ છતાં, વિરોધનો જોર ઘટતું નથી અને વસાહતી નીતિ સામેનો રોષ સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમરેલી જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે બચાવ કામગીરી: 24 નાગરિકોને રેસ્ક્યુ કરાયા...જુઓ વીડિયો
June 16, 2025 11:15 PMગુજરાતમાં મેઘતાંડવ: સૌરાષ્ટ્રમાં જળબંબાકાર, 10 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ધોધમાર
June 16, 2025 09:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech