વિરપુર પોલીસ મથકના કોન્સ્ટેબલ ફરજ પર સતત ૩૧૬ દિવસ ગેરહાજર રહેતાં તેમના વિદ્ધ ગુનો નોંધવામાં આવતા પોલીસ બેડામાં સોપો પડી ગયો હતો.કોન્સ્ટેબલ મયુર ઐંધાડને જિલ્લા પોલીસ વડાએ જી.પી. એકટ હેઠળ નોટિસ આપી હતી.જેનો પણ જવાબ આપ્યો ન હતો.
વિરપુર પોલીસ મથક પીઆઈ શૈલેષકુમાર રાઠોડ દ્રારા નોંધાવવામાં આવેલી ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ વિરપુર પોલીસ સ્ટેશન ખાતે થાણા અધિકારી તરીકે તા.૦૩૦૯૨૦૨૪ થી ફરજ બજાવે છે. વિરપુર પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ મયુર ઉંધાડ (રહે. સોમનાથ સોસાયટી, વિવેકાનદં સ્કુલની પાછળ, જેતપુર) તા.૧૯૦૫૨૦૨૩ થી વિરપુર પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવે છે.
તેઓએ ગઇ તા. ૨૯૦૫૨૦૨૪ ના ટેલીફોનીક જાણ કરેલ કે, તેઓને પગની પેનીમાં ફેકચર થયેલ હોય જેથી સિક લીવમાં ગયા છે. બાદમાં આજ સુધી ફરજ પર હાજર થયેલ નથી. તેમજ આ સમય દરમિયાન કર્મચારીએ તા. ૨૪૧૦૨૦૨૪ સુધીના મેડીકલ સર્ટી રજુ કરેલ ત્યારબાદ અન્ય કોઇ મેડીકલ સર્ટી રજુ કરેલ નથી. આ સમય દરમિયાન અલગ અલગ સમયે કોન્સ્ટેબલને ત્રણ વખત ફરજ પર હાજર થવા માટે નોટીસ આપવામાં આવેલ છે. છતા તેઓ પોતાની ફરજ પર હાજર થયેલ નહીં તેમજ રાજકોટ એસપી દ્રારા તા.૧૨૦૨૨૦૨૫ થી ફરજ પર હાજર થવા માટે જી.પી.એકટ ૧૪૫ મુજબની નોટીસ આપવામાં આવેલ હતી. તેમછતા તે ફરજ પર હાજર થયેલ નથી.
જેથી પોલીસ કોન્સ્ટેબલ મયુર ઉંધાડ આજ સુધી પોતાની ફરજ ઉપર હાજર થવા આવેલ નથી અને ફરજ ઉપર હાજર થવા અંગે અવાર–નવાર નોટીસો આપવા છતાં કાયદેસરના હત્પકમનો અનાદર કરેલ હોય અને મનસ્વીપણે કુલ ૩૧૬ દિવસ સુધી ગેરહાજર રહેલ હોય જેથી રાજકોટ એસપી દ્રારા ગુનો રજીસ્ટર કરવા સુચના આવી હોય, જેથી પોલીસ કોન્સ્ટેબલ મયુર ઉંધાડ વિધ્ધ જી.પી. એકટ કલમ ૧૪૫ (૨) મુજબ કાયદેસર ફરીયાદ નોંધાવી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech