BREAKING NEWS

ભારત પર ૧૦૦% ટેરિફ મુદ્દે આજે યુએસમાં મતદાન

  • September 16, 2026 10:13 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમેરિકા ભારત પર ૧૦૦% ટેરિફ લાદવાની તૈયારી કરી રહ્યું છે. યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ રશિયા પર પ્રતિબંધો લાદતા બિલ પર મતદાન માટે આગળ વધ્યું છે. આ બિલમાં રશિયા પાસેથી તેલ ખરીદવા પર ભારત પર ૧૦૦% ટેરિફ લાદવાની જોગવાઈ છે. આ બિલ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને રશિયાના મુખ્ય તેલ અને ગેસ ખરીદદારો, જેમાં ભારતનો પણ સમાવેશ થાય છે, પર ૧૦૦% સુધી ટેરિફ લાદવાનો અધિકાર આપી શકે છે, જેની સીધી અસર થઈ શકે છે. આ બિલ લિન્ડસે ઓ. ગ્રેહામ સેન્ક્શનિંગ રશિયા એન્ડ ઈરાન એક્ટ ઓફ ૨૦૨૬ છે. યુએસ સેનેટે ગયા મહિને ૮૬-૧૧ની બહુમતીથી બિલ પસાર કર્યું હતું. તે હવે ગૃહ સમક્ષ છે. ગૃહ નિયમો સમિતિએ તેને વિચારણા માટે આગળ ધપાવ્યું છે. તે પછી જ તેને રાષ્ટ્રપતિ પાસે સહી માટે મોકલી શકાય છે. મંગળવારે પ્રતિનિધિ ગૃહમાં પ્રક્રિયાગત મતદાનમાં 214-211 મતથી ઠરાવ પસાર થયો. બે ડેમોક્રેટિક કોંગ્રેસમેનોએ પાર્ટી લાઇન તોડીને રિપબ્લિકન સાથે મતદાન કર્યું, જેના કારણે રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા શરૂ થઈ. રશિયા પ્રતિબંધ બિલ અને અન્ય ઘણા કાયદાઓને આગળ ધપાવતો ઠરાવ 214-211 મતથી પસાર થયો, જે હાઉસ ડેમોક્રેટિક નેતૃત્વ માટે એક ફટકો છે. બુધવારે ગૃહમાં બિલ પર અંતિમ મતદાન થવાની અપેક્ષા છે. હાઉસ ફોરેન અફેર્સ કમિટીના રેન્કિંગ સભ્ય, ડેમોક્રેટિક કોંગ્રેસમેન ગ્રેગરી મીક્સે સોમવારે બિલનો વિરોધ કર્યો, દલીલ કરી કે તે રાષ્ટ્રપતિ ટ્રમ્પને કોઈપણ સુરક્ષા વગર ટેરિફ લાદવાની અમર્યાદિત સત્તા આપશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application