BREAKING NEWS

રાજકોટમાં કાલથી છ દિવસ પાણી કાપોત્સવ, લિસ્ટમાં જુઓ તમારો વિસ્તાર છે કે નહીં

  • September 15, 2026 03:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવતીકાલથી શહેરમાં છ દિવસીય પાણી કાપોત્સવ જાહેર કરવામાં આવ્યો છે. એક તરફથી આજથી આજી ડેમમાં સૌની યોજનાનું નર્મદાનીર ઠાલવી ડેમ ભરવાનું શરૂ કરાયું છે અને બીજી બાજું પાઈપલાઈન મારફતે અપાતું નર્મદાનીર આપવાનું બંધ કરવામાં આવતા ભરચોમાસે વરસતા વરસાદ વચ્ચે રાજકોટવાસીઓએ પાણીકાપનો સામનો કરવાનો સમય આવ્યો છે.


વિશેષમાં રાજકોટ મહાનગરપાલિકાના ઇજનેરી સૂત્રોએ જણાવ્યું હતું કે, નર્મદા પાઈપ લાઈન આધારીત પમ્પીંગ સ્ટેશનો પર (એન.સી.૩૨, ૩૩ તથા ૩૪) મેઈન્ટેનન્સની કામગીરી સબબ ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ દ્વારા આગામી તા.૧૮.૯.૨૦૨૬ થી તા.૨૦.૯.૨૦૨૬ સુધીનું શટડાઉન રાખવામા આવેલ હોવાથી, રાજકોટ મહાનગરપાલિકાના બેડી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ન્યારા ઓફટેક પમ્પીંગ સ્ટેશન તથા કોઠારીયા ખાતે નર્મદાના પાણીનો જથ્થો ઉપલબ્ધ થઇ શકશે નહી. તેમજ આજી ફિલ્ટર પ્લાન્ટથી ગ્રીનલેન્ડ પમ્પિંગ સ્ટેશન ખાતે પાણી ટ્રાન્સફર કરવામાં આવતી પાઈપ લાઈન લીકેજ થયેલ હોવાથી રીપેરીંગ કામ સબબ પાણીનો અપૂરતો જથ્થો પ્રાપ્ત થઈ રહ્યો છે. ઉક્ત કારણો સબબ શહેરમાં સુચારૂરૂપે પીવાના પાણીનો પુરવઠો વિતરણ કરી શકાય તેવા હેતુથી તા.૧૬થી ૨૧ સુધી અલગ અલગ વોર્ડના અલગ અલગ વિસ્તારોમાં પાણી મળી શકશે નહીં.


ક્યા વોર્ડમાં ક્યાં દિવસે વિતરણ બંધ રહેશે

-તા.૧૬ સપ્ટેમ્બર: વોર્ડ નં.૦૫

-તા.૧૭ સપ્ટેમ્બર: વોર્ડ નં.૦૪

-તા.૧૮ સપ્ટેમ્બર: વોર્ડ નં.૧, ૩, ૭, ૯, ૧૦, ૧૧, ૧૨ અને ૧૩ સહિત કુલ આઠ વોર્ડ

-તા.૧૯ સપ્ટેમ્બર: વોર્ડ નં.૨, ૪, ૭, ૮, ૯, ૧૦, ૧૧, ૧૩, ૧૪, ૧૫, ૧૬, ૧૭, ૧૮ સહિત તેર વોર્ડ

-તા.૨૦ સપ્ટેમ્બર: વોર્ડ નં.૧, ૨, ૩, ૬, ૭, ૮, ૧૦, ૧૧, ૧૨, ૧૩, ૧૪, ૧૭ અને ૧૮ સહિત કુલ તેર વોર્ડ

-તા.૨૧ સપ્ટેમ્બર: વોર્ડ નં.૨, ૩, ૮, ૯, ૧૦, ૧૧, ૧૨, ૧૩ અને ૧૮ સહિત કુલ નવ વોર્ડ



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application