રાજકોટ મહાપાલિકાના સેન્ટ્રલ ઝોન હેઠળના ગોંડલ રોડ ઉપરના વોર્ડ નં.૧૩માં પીવાના પાણી માટેની નવી ડીઆઇ (ડક્ટ આયર્ન) પાઇપ લાઇન નાખતી વેળાએ પી.ડી.માલવીયા કોલેજના મુખ્ય દરવાજા પાસે મહાપાલિકાના કોન્ટ્રાક્ટરના બુલડોઝરની બ્લેડ અડી જતા પીવાના પાણીની મેઇન લાઇન તુટી ગઇ હતી જેના કારણે પીડીએમ કોલેજ આજુ બાજુની સોસાયટીઓ તરસી રહી હતી.
વોર્ડ નં.૧૩માં પાણી વિતરણનો સમય બપોરે એકથી રાત્રે નવ વાગ્યા સુધીનો છે, વોર્ડના મોટાભાગના વિસ્તારોમાં પાણી વિતરણ થઇ ગયા બાદ પીડીએમ પાસે ખોદકામ ચાલું હતું ત્યારે ગત રાત્રે આઠ વાગ્યા આજુ બાજુ ડીઆઇ લાઇન ઇન્સ્ટોલેશન માટેના ખોદકામ વેળાએ બુલડોઝરની બ્લેડ અડી જતા મુખ્ય લાઇન લિકેજ થતા નવલનગર, ત્રિવેણી , ગુરૂપ્રસાદ, અંબાજી કડવા, સ્વાશ્રય સોસાયટી સહિતના વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેતા દેકારો બોલી ગયો હતો. દરમિયાન લાઇન લિકેજ થયાનું માલુમ પડતા મ્યુનિ.ઇજનેરો સ્થળ ઉપર દોડી ગયા હતા અને યુધ્ધના ધોરણે રિપેરિંગ શરૂ કર્યું હતુ. જો કે રિપેરિંગ માટે લાઇન ખાલી થવા સુધી રાહ જોવી પડી હતી ત્યારબાદ કામ શરૂ થયું હતું અને લગભગ રાત્રે દોઢ બે વાગ્યે રિપેરિંગ પૂર્ણ થતાં આજે સવારથી રાબેતા મુજબ પાણી વિતરણ ચાલી રહ્યું હોવાનું જાણવા મળે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમરેલી જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે બચાવ કામગીરી: 24 નાગરિકોને રેસ્ક્યુ કરાયા...જુઓ વીડિયો
June 16, 2025 11:15 PMગુજરાતમાં મેઘતાંડવ: સૌરાષ્ટ્રમાં જળબંબાકાર, 10 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ધોધમાર
June 16, 2025 09:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech