રાજકોટમાં વર્ષોથી સફેદ દૂધનો કાળો કારોબાર ચાલી રહ્યો છે પરંતુ મહાપાલિકા તંત્ર તેને રોકવામાં સરેઆમ નિષ્ફળ રહ્યું છે. રાજકોટ શહેરમાં છેલ્લા એક દાયકામાં સૌથી વધુ સંખ્યામાં ફેઇલ થયેલા જો કોઇ ફૂડ સેમ્પલ હોય તો તે દૂધના હોવાનું મનાય છે. રાજકોટમાં કાર્યરત મોટા ભાગની ડેરી ફાર્મની દુકાનોમાં વેચાતા દૂધમાં અચૂક પાણીની ભેળસેળ થાય છે અને આ વાત અનેક વખત પુરવાર થઇ ચૂકી છે. દરમિયાન તાજેતરમાં દૂધના નામે પાણી વેચતા હોય તેવા વધુ બે સેમ્પલ લેબોરેટરી ટેસ્ટમાં ફેલ જતા બંને ડેરીફાર્મ સામે કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે.
વિશેષમાં રાજકોટ મહાપાલિકાના ફૂડ વિભાગના સિનિયર ડેઝીગ્નેટેડ ફૂડ ઓફિસર ડો.હાર્દિક બી.મેતાએ જણાવ્યું હતું કે સુધ્ધાંગ ડેરી ફાર્મ, હૂડકો ક્વાટર, હૂડકો પોલીસ ચોકી પાસે, કોઠારીયા મેઇન રોડ, રાજકોટ મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ મિક્સ દૂધ (લુઝ)નો નમૂનો તપાસ બાદ પૃથ્થકરણ રિપોર્ટમાં મિલ્ક ફેટને બદલે ફોરેન ફેટ તથા એસએનએફનું પ્રમાણ ધારાધોરણ કરતાં ઓછું હોવાથી નમૂનો સબસ્ટાન્ડર્ડ (ફેઇલ) જાહેર થયેલ છે. જે અંગે એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત શ્રી નવનીત ડેરી ફાર્મ, હૂડકો ક્વાટર, બસ સ્ટોપ પાસે, કોઠારીયા મેઇન રોડ, રાજકોટ મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ ભેસનું દૂધ (લુઝ)નો નમૂનો તપાસ બાદ પૃથ્થકરણ રિપોર્ટમાં મિલ્ક ફેટને બદલે ફોરેન ફેટની હાજરી હોવાથી નમૂનો સબસ્ટાન્ડર્ડ (ફેઇલ) જાહેર થયેલ છે. જે અંગે એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે.
દરમિયાન તાજેતરમાં ફૂડ વિભાગની ટીમ તથા ફૂડ સેફટી વાન સાથે શહેરના સત્યસાંઇ મેઇન રોડ વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ ૨૦ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી જેમાં એક ધંધાર્થિને લાઇસન્સ લેવા બાબતે સૂચના આપવામાં આવી હતી તેમજ ખાધ્ય ચીજોના કુલ ૨૦ નમૂનાની સ્થળ ઉપર ચકાસણી કરી હતી જેમાં (૧) ક્રિષ્ના શોપિંગ સેન્ટર -લાઇસન્સ મેળવવા બાબતે સુચના આપવામાં આવી હતી તથા (૨) ક્રિષ્ના સુપર માર્કેટ (૩)યમ્મી મમ્મી મેગી સેન્ટર (૪)પટેલ નાસ્તા સેન્ટર (૫)રજનીકાંત મદ્રાસ કાફે (૬)ગોવર્ધન ડેરી ફાર્મ (૭)ઘરનો ચૂલો રેસ્ટોરેન્ટ (૮)ક્રિષ્ના ચાઇનીઝ પંજાબી (૯)પટેલ ડાઈનીંગ હોલ (૧૦) સ્નેહર્ષ પાર્લર (૧૧) મારુતિ રેસ્ટોરેન્ટ (૧૨) ગોકુલ સેન્ડવિચ (૧૩)જય સરદાર રેસ્ટોરન્ટ (૧૪)અક્ષર ડાઈનિંગ હોલ (૧૫) શ્રીનાથજી ડેરી ફાર્મ (૧૬) ૐ ખમણ (૧૭)રાજ વૈભવ આઇસક્રીમ (૧૮) રામ ડેરી ફાર્મ (૧૯) મારુતિ પ્રોવિજન સ્ટોર (૨૦) શુભમ ડેરી ફાર્મની ચકાસણી કરવામાં આવી હતી.
સરબત-ગોલાના સિરપના સેમ્પલ લેવાયા
(૧) પિસ્તા ફ્લેવર શરબત માટેનું સીરપનું સેમ્પલ સ્થળ- સાગર શરબતવાલા એન્ડ આઇસક્રીમ, પાણીના ઘોડા ચોક, પેડક રોડથી.
(૨) માવા બદામ આઇસક્રીમનું સેમ્પલ સ્થળ-સાગર શરબતવાલા એન્ડ આઇસક્રીમ, પાણીના ઘોડા ચોક, પેડક રોડથી
(૩) બરફ ગોલાનું સીરપ (કેડબરી ફ્લેવર) (લુઝ): સ્થળ- રામાણી એપાર્ટમેન્ટ, ૧૫૦ ફૂટ રિંગ રોડ, રૈયા ટેલિફોન એક્સચેન્જ ચોક નજીકથી
(૪) બરફ ગોલાનું સીરપ ઓરંજ ફ્લેવરનું સેમ્પલ સ્થળ- રામાણી એપાર્ટમેન્ટ, ૧૫૦ ફૂટ રિંગ રોડ, રૈયા ટેલિફોન એક્સચેન્જ નજીકથી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમરેલી જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે બચાવ કામગીરી: 24 નાગરિકોને રેસ્ક્યુ કરાયા...જુઓ વીડિયો
June 16, 2025 11:15 PMગુજરાતમાં મેઘતાંડવ: સૌરાષ્ટ્રમાં જળબંબાકાર, 10 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ધોધમાર
June 16, 2025 09:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech