આ વખતનો ઉનાળો અત્યારથી ૪૦ થી ૪૫ ડિગ્રી વચ્ચે સરેરાશ તાપમાન હોય તે પ્રકારે આકરો પસાર થઇ રહ્યો છે. માનવીઓને તો પીવાના પાણી માટેની ગમે ત્યાંથી વ્યવસ્થા થઇ જાય છે પરંતુ મુંગા જીવો પાણી માટે હેરાન પરેશાન થતા જોવા મળે છે. શહેરી વિસ્તારમાં પાણીની કુંડીઓ અને અવેળા ભરીને મુંગા જીવોને પાણી માટે પરેશાની વેઠવી પડે નહી તે માટેની વ્યવસ્થા થાય છે પરંતુ બરડા ડુંગરમાં વસતા સાવજ જેવા પ્રાણીઓ માટે પૂરતા પ્રમાણમાં પાણીની વ્યવસ્થા કરવી અનિવાર્ય બની છે.
ઉનાળો પોતાનો આકરો મિજાજ બતાવી રહ્યો છે અને આકરા તાપને કારણે મોટાભાગના જળસ્ત્રોત સુકાઇ રહ્યા છે ત્યારે પોરબંદર નજીકના બરડાડુંગરમાં પણ જળસ્ત્રોત સુકાઇ રહ્યા હોવાથી વન્ય પ્રાણીઓને પીવાના પાણી માટે હેરાન પરેશાન બનવુ પડે તેવી પરિસ્થિતિ ઉભી થઇ છે. આ વખતનો ઉનાળો સૌથી વધુ આકરો જણાઇ રહ્યો છે તેથી ૧૪૩ વર્ષ બાદ બરડા ડુંગરમાં જાતે જ આવેલા સાવજ કોલંબસથી માંડીને તેમના માટે લવાયેલી સિંહણો અને દીપડા સહિત અન્ય વન્ય પ્રાણીઓને પીવાના પાણીની હેરાનગતિ વેઠવી પડે નહી તે માટે જંગલખાતાએ એકસ્ટ્રા આયોજન કરવુ જરી બન્યુ છે કારણકે આ વખતનો ઉનાળો વધારે આકરો જણાઇ રહ્યો છે તેથી જંગલખાતુ તેની પાણી માટેની ટીન વ્યવસ્થા અલગ-અલગ પોઇન્ટ ઉપર કરતુ હોય તે સિવાય પણ વધારાના પોઇન્ટ ઉભા કરવા જોઇએ.
વનમંત્રી મુ બેરા બરડા ડુંગર નજીક ભાણવડ વિસ્તારમાં જ વસવાટ કરે છે અને સારી રીતે તેઓ બરડા ડુંગરની ભુગોળથી વાકેફ છે તેથી તેમણે વનવિભાગની ટીમને કામે લગાડીને પૂરતા પ્રમાણમાં પાણીના પોઇન્ટ નિયમિત રીતે ભરવામાં આવે તે માટે વ્યક્તિગત દેખરેખ રાખવી જરી બની છે. બરડો ડુંગર સુકો ભઠ્ઠ જણાઇ રહ્યો છે અને પાણીના સ્ત્રોતનું બાષ્પીભવન ખૂબ ઝડપથી થઇ રહ્યુ છે એટલું જ નહી પરંતુ ગીરની જેમ બરડો ગીચ વિસ્તાર નહી હોવાથી પાણીના ઝરણા સહિત નદીઓ વહેલા સુકાઇ જાય છે તેથી પીવાના પાણી માટે વન્ય જીવો ભટકે નહી તે જોવુ જરી બન્યુ છે.
જંગલખાતાની ટીમે આ મુદ્ે તાત્કાલિક વ્યવસ્થા ગોઠવીને ડુંગર વિસ્તારમાં પાણીના કેટલા પોઇન્ટ ઉભા કર્યા અને તેમાં કઇ રીતે કેટલી માત્રામાં અને કેટલી વખત પાણી ભરવામાં આવે છે તે સહિતની વિગતો પણ જાહેર કરવી જરી બની છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech