લોકસભામાં વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધીએ અમેરિકામાં એક કાર્યક્રમ દરમિયાન ભારતના ચૂંટણીપંચ અંગે સનસનાટીભર્યો દાવો કર્યો છે. તેમણે જણાવ્યું છે કે ચૂંટણીપંચની અંદરથી જ કોંગ્રેસને મહત્ત્વની માહિતી મળી રહી છે. ચૂંટણીમાં ગેરરીતિઓ અંગે કોંગ્રેસ દ્વારા કરવામાં આવતા આક્ષેપોને સમર્થન આપતી માહિતી ચૂંટણીપંચના અધિકારીઓ જ પૂરી પાડી રહ્યા હોવાનું રાહુલ ગાંધીએ જણાવ્યું હતું.
અમેરિકાની યુનિવર્સિટી ઓફ શિકાગોમાં યોજાયેલા કાર્યક્રમમાં રાહુલ ગાંધીને ભારતમાં ચૂંટણીની નિષ્પક્ષતા અને ચૂંટણીપંચ સામેના આક્ષેપો અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. તેના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે ચૂંટણીપંચની અંદરથી જ તેમને માહિતી મળી રહી છે. પંચના કેટલાક વરિષ્ઠ અધિકારીઓ હવે વર્તમાન વ્યવસ્થા પ્રમાણે કામ કરી શકતા નથી અને તેઓ પોતાની વાત બહાર લાવી રહ્યા છે એવો પણ તેમણે દાવો કર્યો હતો.
જોકે રાહુલ ગાંધીએ તેમને માહિતી આપ્નારા કોઈ અધિકારીનું નામ જાહેર કર્યું નહોતું. આ અધિકારીઓએ કઈ માહિતી આપી છે અથવા તેના આધારે કયા નવા પુરાવા મળ્યા છે તેની વિગતો પણ તેમણે રજૂ કરી નહોતી. આથી તેમના નિવેદનને કારણે ચૂંટણીપંચની અંદરની સ્થિતિ અંગે ચચર્િ શરૂ થઈ છે, પરંતુ દાવાની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી.
રાહુલ ગાંધીએ અગાઉ પણ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર સામે ગંભીર આક્ષેપો કયર્િ હતા. ઓક્ટોબરમાં તેમણે જ્ઞાનેશકુમાર તરફથી સંદેશા મળતા હોવાનો દાવો કર્યો હતો. તેમણે મુખ્ય ચૂંટણી કમિશનરને ચૂંટણી સંબંધિત ગેરરીતિઓના મામલે સાક્ષી બનવા માટે પણ કહ્યું હતું. કોંગ્રેસ સતત મતદારયાદીની વિશેષ સઘન સુધારણા પ્રક્રિયા અને ચૂંટણીપંચની કામગીરી સામે વાંધો ઉઠાવી રહી છે.આ મુદ્દે વિરોધપક્ષ દ્વારા દિલ્હીમાં વિરોધ પ્રદર્શન અને કૂચ પણ યોજવામાં આવી હતી. રાહુલ ગાંધી સહિત અનેક વિરોધપક્ષના નેતાઓએ ચૂંટણીપંચની કામગીરી અંગે જાહેરમાં સવાલો ઉઠાવ્યા હતા.