રાજકોટ શહેર માટે આ ચોમાસું ૨૦૧૪ પછીનું સૌથી નબળું ચોમાસું રહ્યું છે તેમ કહી શકાય, રાજકોટ શહેરમાં ગત વર્ષની તુલનાએ હજુ ૧૧.૫ ઈંચ વરસાદની ઘટ છે. સૌરાષ્ટ્ર્ર–ગુજરાતમાં અન્યત્ર ખૂબ સારો વરસાદ વરસ્યો છે અને અનેક ડેમ ઓવરલો થઇ ચુકયા છે પરંતુ રાજકોટ શહેરમાં વરસાદ નથી અને શહેરને પીવાનું પાણી પુ પાડતાં ડેમો પણ હજુ અડધા ખાલી છે ત્યારે રાજકોટ માટે ચિંતાજનક સ્થિતિ છે.
વિશેષમાં રાજકોટ મહાપાલિકાના રેકર્ડ અનુસાર ગત વર્ષે તા.૧૨–૮–૨૦૨૩ની સ્થિતિએ રાજકોટ શહેરનો મોસમનો કુલ વરસાદ ૬૬૧ મીમી (૨૭.૫ ઈંચ) હતો, યારે ચાલુ વર્ષે આજે તા.૯–૮–૨૦૨૪ની સ્થિતિએ મોસમનો કુલ વરસાદ ૧૬ ઈંચ છે, આ મુજબ ગત વર્ષની તુલનાએ ૧૧.૫ ઈંચ વરસાદની ઘટ છે.
અલબત્ત ચાલુ વર્ષે આજ સુધીનો મોસમનો કુલ વરસાદ ૧૬ ઈંચ નોંધાયો છે તે પણ સાર્વત્રિક નથી, ઝોનવાઇઝ જોઇએ તો અન્ય ઝોનમાં ઓછો વરસાદ છે, સેન્ટ્રલ ઝોનમાં ૪૦૪ મીમી (૧૬ ઈંચ) વેસ્ટ ઝોનમાં ૪૦૧ મીમી (૧૬ ઈંચ) અને ઇસ્ટ ઝોનમાં ૨૯૫ મીમી (૧૨ ઈંચ) વરસાદ નોંધાયો છે.
ચોમાસાના પ્રારંભે ધીમી ધારે એક–બે ઈંચ વરસાદ વરસતો હતો. એકાદ વખત અઢી ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. યારે ઓગષ્ટ્ર મહિનાથી તો ફકત ઝરમર વરસાદ વરસાદ વરસ્યો છે. આ ચોમાસે એક પણ વખત એક સાથે પાંચથી દસ ઈંચ ધોધમાર વરસાદ વરસ્યો નથી. શહેરમાં સાર્વત્રિક સારા વરસાદના અભાવે હજુ ડંકી કે બોરના તળ પણ સાજા થયા નથી.
ચોમાસાના બે મહિના વિતી ગયા છે અને હવે બે મહિના બાકી રહ્યા છે ત્યારે જો શ્રાવણ–ભાદરવામાં જોરદાર વરસાદ નહીં આવે તો રાજકોટ શહેર માટે પાણી પ્રશ્ને ચિંતાજનક સ્થિતિ સર્જાશે. રાજકોટવાસીઓ છેલ્લા ૧૦ વર્ષથી લગાતાર દરેક ચોમાસામાં ધોધમાર અને રેકોર્ડબ્રેક વરસાદનો આનદં માણતા આવ્યા છે ત્યારે એક દાયકા બાદ એકાએક ખુબ જ ઓછો અને ધીમી ધારે વરસાદ વરસતા શહેરીજનોમાં પણ એક જ ચર્ચા છે કે રાજકોટમાં કેમ ધોધમાર વરસતો નથી ? રાજકોટમાં પાપ વધી ગયા છે કે શું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાખોટા તળાવ ખાતે ઘણા લાંબા સમયથી બંધ રહેલ માછલીઘર મુલાકાતીઓ માટે ફરીથી ખુલ્લું મુકાયું
May 03, 2025 05:42 PMજામનગર : પોલીસ હેડક્વાર્ટરમા જુના વાહનોની જાહેર હરાજી
May 03, 2025 05:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech