BREAKING NEWS

૩૦ લાખ નોટિસ મશીનથી જનરેટ કરી? સુપ્રીમે ચૂંટણી પચં પાસે બે સાહમાં જવાબ માગ્યો

  • September 23, 2026 02:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં એસઆઈઆર અંગે દાખલ કરાયેલી અરજી પર ચૂંટણી પંચને નોટિસ ફટકારી છે, જેમાં બે અઠવાડિયામાં જવાબ માંગવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને પૂછયું, તમે લગભગ ૩૦ લાખ નોટિસ મોકલી છે, નોટિસની સંખ્યા મશીન દ્રારા જનરેટ કરવામાં આવી હોય તેવું લાગે છે, જેના માટે તપાસની જર છે. અરજદારના વકીલ, પ્રશાંત ભૂષણે જણાવ્યું હતું કે દિલ્હીની ડ્રાટ મતદાર યાદીમાંથી ૪૭ લાખથી વધુ નામો દૂર કરવામાં આવ્યા છે. વધુમાં, ૩૩ લાખ વધારાના લોકોને નોટિસ મોકલવામાં આવી છે. આ નોટિસોનું કારણ રેકોર્ડમાં ખામીઓ હોવાનું જણાવાયું છે. ભૂષણે આરોપ લગાવ્યો હતો કે સમગ્ર પ્રક્રિયા પારદર્શક નથી.ચૂંટણી પંચના વકીલ ડી.એસ. નાયડુએ જવાબ આપતા કહ્યું, અમને અરજીની નકલ મળી નથી. એક અઠવાડિયા પહેલા, તેમણે એક રજૂઆત રજૂ કરી હતી. અમે જવાબ આપી શકીએ તે પહેલાં તેઓ કોર્ટમાં આવી ગયા હતા. ન્યાયાધીશ બાગચીએ ચૂંટણી પંચને આ ફરિયાદોની તપાસ કરવા કહ્યું. તેમણે ચૂંટણી પચં દ્રારા જારી કરાયેલી નોટિસ પર પણ ટિપ્પણી કરી કે તે કમ્પ્યુટર–જનરેટેડ લાગે છે.
પ્રશાંત ભૂષણે આરોપ લગાવ્યો કે પહેલા દિલ્હીમાં ૪૭ લાખ નામો કાઢી નાખવામાં આવ્યા હતા. બંગાળમાં, તમે જોયું કે અપીલની પ્રક્રિયા કરવામાં બીજા ૧૨ વર્ષ લાગશે. તેમણે ડ્રાટ યાદીમાંથી ૪૭ લાખ નામો કાઢી નાખ્યા. કમિશન કહે છે કે તેમાંથી મોટાભાગનાને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. દરમિયાન, કમિશને કહ્યું કે તેમણે એક પ્રેસ નોટ જારી કરી છે અને દરેક નોટિસમાં કારણ હોય છે અને આ કોઈ મુદ્દો નથી.ન્યાયાધીશ બાગચીએ કહ્યું, કૃપા કરીને આની તપાસ કરો. તેઓ કહી રહ્યા છે કે યારે નોટિસ મોકલવામાં આવે છે, ત્યારે તે ચોક્કસ શ્રેણીમાં જાય છે. સંબંધિત વ્યકિત જાણે છે કે એલડી શ્રેણી શું છે. સીજેઆઈ સૂર્યકાંતે કહ્યું કે કમિશનને તાર્કિક ભેદ સ્પષ્ટ્ર કરવાની જર છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application