દક્ષિણ ઈરાનના હોર્મુઝગાન પ્રાંતના બંદર અબ્બાસ શહેરમાં શહીદ રાજાઈ બંદર પર શનિવારે થયેલા ભીષણ વિસ્ફોટમાં 20થી વધુ લોકોના મોત થયા છે અને 750થી વધુ ઘાયલ થયા છે. આ સાથે જ વિસ્ફોટથી આકાશમાં ધુમાડાનો એક મોટો ગોટો ફેલાઈ ગયો અને આસપાસની ઇમારતો અને કારોને ભારે નુકસાન પહોંચ્યું.
દક્ષિણ ઈરાનના હોર્મુઝગાન પ્રાંતના બંદર અબ્બાસ શહેરમાં શહીદ રાજાઈ બંદર પર શનિવારે થયેલા ભીષણ વિસ્ફોટમાં 20થી વધુ લોકોના મોત થયા છે અને 750થી વધુ ઘાયલ થયા છે. આખરે કેવી રીતે થયો વિસ્ફોટ, તેની તપાસ ચાલી રહી છે.
વિસ્ફોટથી આસપાસની ઇમારતો અને કારોને ભારે નુકસાન
વિસ્ફોટથી આકાશમાં ધુમાડાનો એક મોટો ગોટો ફેલાઈ ગયો અને આસપાસની ઇમારતો અને કારોને ભારે નુકસાન પહોંચ્યું. વિસ્ફોટ શનિવારે એ સમયે થયો જ્યારે ઈરાન અને અમેરિકાના અધિકારીઓ તેહરાનના ઝડપથી આગળ વધી રહેલા પરમાણુ કાર્યક્રમ પર ત્રીજા રાઉન્ડની વાતચીત માટે ઓમાનમાં મળ્યા હતા.
જો કે, વાતચીતનું નેતૃત્વ કરી રહેલા ઈરાની વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ પણ સ્વીકાર્યું હતું કે ''પાછલા ઉદાહરણોને જોતા અમારી સુરક્ષા સેવાઓ હાઈ એલર્ટ પર છે.'' જો કે, ઘાયલોને નજીકના તબીબી કેન્દ્રોમાં ખસેડવામાં આવ્યા છે. પડોશી ફાર્સ પ્રાંતની રાજધાની શિરાઝમાં 90 પથારીવાળી હોસ્પિટલને પણ આ ઘટનામાં સંભવિત રીતે ઘાયલોને દાખલ કરવા માટે તૈયાર રાખવામાં આવી છે.
વિસ્ફોટમાં ત્રણ ચીની નાગરિકોને સામાન્ય ઈજાઓ
બંદર અબ્બાસમાં ચીનના મહાવાણિજ્ય દૂતાવાસ અનુસાર વિસ્ફોટમાં ત્રણ ચીની નાગરિકોને સામાન્ય ઈજાઓ પહોંચી છે. તબીબી સારવાર મળ્યા બાદ હવે તેઓ સારી સ્થિતિમાં છે.
વિસ્ફોટનું કારણ શું હતું?
માહિતી અનુસાર ઈરાનના સંકટ વ્યવસ્થાપન સંગઠનના પ્રવક્તા હુસૈન ઝાફરીએ વિસ્ફોટ માટે શહીદ રાજાઈમાં રસાયણોના કન્ટેનરમાં ખરાબ સંગ્રહને જવાબદાર ઠેરવ્યો છે. તેમણે એક સમાચાર એજન્સી સાથે વાત કરતા જણાવ્યું કે કન્ટેનરની અંદર રહેલા રસાયણના કારણે આ વિસ્ફોટ થયો હતો.
તમને જણાવી દઈએ કે આ વિસ્ફોટના કારણે દૂર સુધી ધુમાડાનો ગોટો જોવા મળ્યો હતો. સેંકડોની સંખ્યામાં લોકો આ ઘટનામાં ઘાયલ થયા છે. ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech