BREAKING NEWS

મોંઘા હોય તો શું થયું, બજેટ વધારીને ય નવા સ્માર્ટ ફોન લેવામાં ભારતીયોને કોઈ ન પહોંચે

  • July 27, 2026 09:06 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઘણા લોકો એમ વિચારતા હોય છે કે સ્માર્ટફોનના ભાવમાં વધારો થવાને કારણે લોકોએ ફોન ખરીદવાનું બધં કરી દીધું છે અથવા તો ઓછું કરી દીધું હશે, પરંતુ ભારતીય વપરાશકર્તાઓ માટે આ બાબત લાગુ પડતી નથી. કાઉન્ટરપોઇન્ટના અહેવાલ મુજબ, ભારતીય વપરાશકર્તાઓ તેમના બજેટમાં વધારો કરીને અથવા ઈએમઆઈ વિકલ્પો પસદં કરીને મોંઘા ફોન ખરીદવાનું વિચારી રહ્યા છે. રિપોર્ટમાં સ્માર્ટફોન પર વધતી જતી નિર્ભરતાના લીધે આ સ્થિતિ આવી હોવાનું ફલિત થયું છે.તાજેતરના વર્ષેામાં તમામ બજેટમાં સ્માર્ટફોનની કિંમતોમાં નોંધપાત્ર વધારો થયો છે, સ્માર્ટફોન કંપનીઓ મોંઘા સ્પેરપાટર્સ અને એઆઈ ને કારણે રેમ અને આરઓએમની અછતને કારણે તેમના ફોનની કિંમત વધારવાની ફરજ પડી રહી છે, તેમ છતાં મોટાભાગના ભારતીય વપરાશકર્તાઓ હજુ પણ નવો ફોન ખરીદવા માટે ઉત્સુક છેકાઉન્ટરપોઇન્ટ રિસર્ચે ૨,૦૦૦ થી વધુ ગ્રાહકોનો સર્વે હાથ ધર્યેા હતો, જેમાં ખુલાસો થયો હતો કે લોકો તેમના મનપસદં સ્માર્ટફોન મેળવવા માટે વધુ ખર્ચ કરવા, ઈએમઆઈ વિકલ્પો પસદં કરવા અથવા બ્રાન્ડ બદલવા માટે પણ તૈયાર છે.
સર્વેમાં આટલા તારણો સામે આવ્યા
૧.વધતી કિંમતો છતાં, ૪૬% યુવાનો તેમની પસંદગીનો સ્માર્ટફોન ખરીદવા માટે વધેલી કિંમત ચૂકવવા તૈયાર છે.
૨.આ યુવાનોમાંથી મોટાભાગના ૨૫ થી ૩૦ વર્ષની વયના છે.
૩.આ યુવાનો પોતાનું બજેટ વધારવા, ઈએમઆઈ પર ફોન ખરીદવા અથવા નવો ફોન ખરીદવા માટે અલગ ઓપરેટિંગ સિસ્ટમ પર સ્વિચ કરવામાં પણ વાંધો નથી.
૪.૨૯% લોકો રિફર્બિશ્ડ ફોન પસદં કરી રહ્યા છે,આમાંના મોટાભાગના વપરાશકર્તાઓ ૫૦ વર્ષથી વધુ ઉંમરના છે. આ વપરાશકર્તાઓ કાં તો તેમના બજેટને અનુપ સુવિધાઓ સાથે સમાધાન કરીને ફોન ખરીદવાનું પસદં કરી રહ્યા છે.
૫. ૨૫% લોકો કિંમતને કારણે નવો ફોન ખરીદવા માટે અનિચ્છા રાખે છે અથવા તેમના જૂના ફોનને રિપેર કરવાનું પસદં કરે છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application