લોકસભા ચૂંટણી 2024ના પરિણામો લગભગ જાહેર થઈ ગયા છે. ચૂંટણી પંચે 542માંથી મોટાભાગની બેઠકોના પરિણામો જાહેર કરી દીધા છે. પરંતુ હવે સવાલ એ છે કે દેશના 542 સંસદીય ક્ષેત્રોમાંથી ચૂંટાઈને લોકસભામાં જનારા સાંસદોને શું સુવિધાઓ મળે છે?
સાંસદોને કેટલો પગાર મળે છે?
સાંસદોને તેમના પગારની સાથે અન્ય ઘણી સુવિધાઓ પણ મળે છે. મેમ્બર ઓફ પાર્લામેન્ટ (વેતન, ભથ્થા અને પેન્શન) એક્ટ 1954 હેઠળ સાંસદને પગાર અને અન્ય સુવિધાઓ આપવામાં આવે છે. સાંસદને દર મહિને 1 લાખ રૂપિયા પગાર મળે છે. આ સિવાય 1 એપ્રિલ, 2023થી એક નવો નિયમ લાગુ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત દર પાંચ વર્ષ પછી સાંસદોના પગાર અને દૈનિક ભથ્થામાં વધારો કરવામાં આવશે. સંસદસભ્યને ગૃહ સત્ર અથવા સમિતિની બેઠકમાં હાજરી આપવા અથવા સંસદના સભ્ય બનવા સંબંધિત કોઈપણ કાર્ય માટે પ્રવાસ કરવા માટે દરેક સાંસદને અલગ ભથ્થું આપવામાં આવે છે. જ્યારે સાંસદો જ્યારે રોડ માર્ગે મુસાફરી કરે છે ત્યારે તેમને પ્રતિ કિલોમીટર 16 રૂપિયાનું અલગ ભથ્થું મળે છે.
આ સિવાય સાંસદને મતવિસ્તાર ભથ્થા તરીકે દર મહિને 70 હજાર રૂપિયા મળે છે. જ્યારે સાંસદે દિલ્હીમાં તેના નિવાસસ્થાન અથવા દિલ્હીમાં તેની ઓફિસમાં ટેલિફોન લગાવવા માટે કોઈ ચાર્જ ચૂકવવો પડતો નથી. આ સમગ્ર બિલનો ખર્ચ સરકાર ઉઠાવે છે. સાથે જ તેને પચાસ હજાર ફ્રી લોકલ કોલની સુવિધા પણ મળે છે. જ્યારે એક સાંસદને દર મહિને ઓફિસ ખર્ચ ભથ્થા તરીકે 60 હજાર રૂપિયા મળે છે.
સાંસદને પાસ પણ આપવામાં આવે છે જેની મદદથી તે કોઈપણ સમયે રેલ્વેમાં મફત મુસાફરી કરી શકે છે. આ પાસ કોઈપણ ટ્રેનના ફર્સ્ટ ક્લાસ એસી અથવા એક્ઝિક્યુટિવ ક્લાસમાં માન્ય છે. સાંસદોને સરકારી કામના સંદર્ભમાં વિદેશ પ્રવાસ દરમિયાન સરકારી ભથ્થું પણ આપવામાં આવે છે. આ સિવાય દરેક સાંસદને મેડિકલ સુવિધા પણ મળે છે. જો કોઈ સાંસદ રેફરલ બાદ કોઈપણ સરકારી કે ખાનગી હોસ્પિટલમાં સારવાર કે ઓપરેશન કરાવે છે તો તે સારવારનો સંપૂર્ણ ખર્ચ સરકાર ભોગવે છે. આ સિવાય સાંસદોને સરકારી ખર્ચે સુરક્ષાકર્મીઓ અને કેરટેકર પણ મળે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાકિસ્તાનને વધુ 2 આંચકા આપવા ભારતની તૈયારી, IMFની સહાય બંધ કરાવશે
May 02, 2025 12:09 PMચેટજીપીટીની મદદથી રસોયાએ લખી હતી ‘મિસ્ટર ઇન્ડિયા 2’ ની સ્ક્રિપ્ટ
May 02, 2025 11:59 AMભૂતનીને જોરદાર ઝટકો, પહેલા જ દિવસે ધોબીપછાડ
May 02, 2025 11:56 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech