ભારતના સૌથી પ્રખ્યાત ઉદ્યોગપતિઓમાંના એક રતન ટાટાએ ગઈકાલે એટલે કે 9મી ઓક્ટોબરની મોડી રાત્રે દુનિયાને અલવિદા કહી દીધું. છેલ્લા કેટલાક સમયથી રતન ટાટાની તબિયત સારી ન હતી. જેના કારણે તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે 2 દિવસ પહેલા રતન ટાટાએ સોશિયલ મીડિયા દ્વારા તેમની તબિયત વિશે જાણકારી આપી હતી કે તેઓ એકદમ સ્વસ્થ છે પરંતુ બે દિવસ પછી તેમનું અવસાન થયું.
ભારતના સૌથી મોટા ગ્રુપ, ટાટા ગ્રુપના માનદ અધ્યક્ષ રતન ટાટાને પણ ઉદ્યોગમાં તેમના યોગદાન માટે ઘણા પુરસ્કારો આપવામાં આવ્યા હતા. વર્ષ 2000માં તેમને પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા. તો વર્ષ 2008માં તેમને પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા પરંતુ તેમને ભારત રત્ન એવોર્ડ આપવામાં આવ્યો ન હતો. આખરે રતન ટાટાને ભારત રત્ન ન આપવાનું કારણ શું હતું? ભારત સહિત વિશ્વના કયા કયા દેશોમાં રતન ટાટાના નામે એવોર્ડ આપવામાં આવે છે.
ઉદ્યોગપતિ રતન ટાટાએ ટાટા ગ્રૂપ દ્વારા ઘણા વર્ષો સુધી દેશની સેવા કરી એટલું જ નહીં ટાટા ગ્રૂપનો બિઝનેસ પણ વધાર્યો. તેમણે માનવતા માટે પણ ઘણું કામ કર્યું. સમયાંતરે જરૂરીયાતમંદોને પુષ્કળ પૈસા દાનમાં આપ્યા. ટાટા ગ્રુપે કોરોનાના સમયગાળા દરમિયાન 1500 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રતન ટાટાએ તેમની કમાણીનો 60-70 ટકા ભાગ દાન કરી દીધો છે અને આ જ કારણ છે કે દેશવાસીઓ રતન ટાટાને ભારત રત્ન આપવાની માંગ કરી રહ્યા છે.
એટલું જ નહીં સોશિયલ મીડિયા પર #BharatRatnaForRatanTata હેશટેગનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો પરંતુ સરકારે તેમને ભારત રત્નથી સન્માનિત કર્યા નથી. સરકાર ભારત રત્ન માટે કેટલાક માપદંડોને આધાર બનાવે છે. આ જ અંતર્ગત ભારત રત્ન એવોર્ડ આપવામાં આવે છે. ભારતમાં અત્યાર સુધી માત્ર એક જ ઉદ્યોગપતિને ભારત રત્ન આપવામાં આવ્યો છે. તેઓ પણ રતન ટાટાના પરિવારના છે. વર્ષ 1992માં જહાંગીર રતનજી દાદાભોય ટાટા એટલે કે જેઆરડી ટાટાને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
રતન ટાટાને મળ્યો છે આ એવોર્ડ
વર્ષ 2000માં ભારત સરકારે તેમને પદ્મ ભૂષણથી સન્માનિત કર્યા, 2004માં રિપબ્લિક ઓફ ઉરુગ્વે, લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સે તેમને મેડલ ઓફ ધ ઓરિએન્ટલ એનાયત કર્યા, 2008માં ભારત સરકારે તેમને પદ્મ વિભૂષણ, 2008 માં કેમ્બ્રિજ યુનિવર્સિટીએ તેમને માનદ ડોક્ટર ઓફ સાયન્સની ડિગ્રી, 2008 માં IIT બોમ્બે દ્વારા ડોક્ટર ઓફ લોની ડિગ્રી એનાયત કરી હતી.
2008માં IIT ખડગપુર દ્વારા માનદ ડૉક્ટર ઑફ સાયન્સ, 2008માં સિંગાપોર સરકાર દ્વારા માનદ નાગરિક પુરસ્કાર, 2016માં ફ્રાન્સ સરકાર દ્વારા કમાન્ડર ઑફ ધ લીજન ઑફ ઑનર, 2023માં કિંગ ચાર્લ્સ III દ્વારા ઑસ્ટ્રેલિયાના ઑનરરી ઑફિસર, મહારાષ્ટ્ર સરકારે 2023માં ઉદ્યોગ રત્ન એનાયત કર્યો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆર માધવને NCERTના અભ્યાસક્રમ પર ઉઠાવ્યા સવાલ
May 02, 2025 12:15 PMદુનિયાના સૌથી ધનિક ફિલ્મ કલાકારોની યાદીમાં એકમાત્ર શાહરુખનો સમાવેશ
May 02, 2025 12:10 PMપાકિસ્તાનને વધુ 2 આંચકા આપવા ભારતની તૈયારી, IMFની સહાય બંધ કરાવશે
May 02, 2025 12:09 PMચેટજીપીટીની મદદથી રસોયાએ લખી હતી ‘મિસ્ટર ઇન્ડિયા 2’ ની સ્ક્રિપ્ટ
May 02, 2025 11:59 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech