BREAKING NEWS

પતિ માર મારતો હોવાથી પત્નીએ 112માં ફોન કર્યો, પોલીસ પહોંચી તો હથિયાર-દારૂ મળી આવ્યા

  • August 18, 2026 12:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સાવરકુંડલાના રાજગઢ ગામે રહેતી મહિલાએ 112 જન રક્ષકમાં ફોન કરી પતિ માર મારતો હોવાની ફરિયાદ કરતા પોલીસ ઘરે પહોંચી હતી ત્યાં પતિ ભાગી ગયો હતો અને ખાટલા ઉપર રાખેલી પિસ્ટલ, તમંચો અને અને ત્રણ કાર્ટીઝ તેમજ દારૂના ચપલાઓ મળી આવતા કબ્જે કરી સાવરકુંડલા રૂરલ પોલીસે નાશી છૂટેલા કુલદિપ ચંપુભાઈ ખુમાણ સામે આર્મ્સ એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી છે,


પ્રાપ્ત વિગત મુજબ રામગઢ ગામે રહેતી તેજલબેન કુલદીપભાઈ ખુમાણ નામની પરિણીતાને પતિ કુલદીપ ખુમાણ ત્રાસ આપતો હોવાથી તેણીએ 112 જનરક્ષક માં ફોન કરી રાવ કરી હતી આથી સાવરકુંડલા રૂરલ પોલીસ મથકના એએસઆઈ ભાવીકાબા સહદેવસિંહ સરવૈયા, પો.કોન્સ.કિરણબેન બોરીચા સહિતના સ્થળ પર પહોંચતા પરિણીતાએ પતિ દારૂનો ધંધો કરે છે અને હથિયારો પણ રાખે છે કહેતા તપાસ કરતા ખાટલા ઉપરથી પિસ્ટલ, દેશી તમંચો અને બારબોર ગનના જીવતા ત્રણ કાર્ટીઝ તેમજ દારૂના 90 જેટલા ચપલા જોવા મળતા રૂ. ૪૩,૨૦૦નો મુદામાલ કબ્જે કરી નાશી છૂટેલા કુલદીપ ખુમાણ સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application