જામજોધપુરના પરડવા વિસ્તારમાં ખેતમજુર યુવાનની ઘાતકી હત્યાના પ્રકરણમાં મરનારની પત્ની અને સાળાની પોલીસે ધરપકડ કરી છે અને બે દિવસના રીમાન્ડ પર લીધા છે, દરમ્યાન આરોપીઓ પાસે ઘટનાનું રીક્ધસ્ટ્રકશન કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જામજોધપુર તાલુકાના પરડવા સીમમાં વાડીના કુવામાંથી કોથળામાં બાંધીને ફેંકી દેવાયેલી લાશ મળી આવી હતી, તપાસ દરમ્યાન હત્યા નિપજાવી પુરાવાનો નાશ કરવા કોથળો ફેંકી દીધાનું ખુલ્યુ હતું, પોલીસે તપાસ કરીને પુરાવા એકત્ર કર્યા હતા, દરમ્યાન તપાસમાં ખુલેલી વિગતો મુજબ મુળ એમપીના અને પરડવા વાડીએ ખેમજુરી કરતા સોહમ ઉર્ફે કાળુ રામકીશન ભાંભોર નામના યુવાનનું તેની પત્ની રાધાબેન તથા મૃતકના સાળા પતલસીંગ ધારવેએ ઢીમ ઢાળી દઇ અને લાશને કોથળામાં પુરી પથ્થર બાંધી કુવામાં ફેંકી દીધાનું ખુલ્યુ હતું, ઉપરાંત મૃતક બનાવની રાત્રે આગલા ઘરની પુત્રીઓને અડપલા કરી હેરાન કરતો હોવાથી ધોકા વડે આરોપીઓએ હુમલો કરીને ઢીમ ઢાળી દીધુ હતું.
જે ફરીયાદના આધારે જામજોધપુર પીઆઇ રબારીની સુચનાથી સ્ટાફ દ્વારા તપાસ લંબાવીને આરોપી મરનારની પત્ની રાધાબેન અને મૃતકના સાળા પતલસીંગની ધરપકડ કરી હતી અને વધુ પુરાવા એકત્ર કરવા અને પુછપરછ કરવા માટે કોર્ટમાં રજુ કરતા બે દિવસના રીમાન્ડ મંજુર થયા છે, પોલીસ દ્વારા હત્યાની ઘટનાનું રીક્ધસ્ટ્રકશન કરાવવા માટે કાર્યવાહી હાથ ધરી છે અને આજરોજ આ અંગેની કાર્યવાહી કરવામાં આવશે.