કેન્દ્ર સરકારે પેટ્રોલિયમ ઉત્પાદનોની નિકાસ પર લાગતા કરોમાં મહત્વપૂર્ણ ફેરફાર કરતાં પેટ્રોલની નિકાસ પર પ્રતિ લિટર .૩ના દરે સ્પેશિયલ એડિશનલ એકસાઇઝ ડુટી (એસએઈડી) એટલે કે વિન્ડફોલ ટેકસ લાગુ કર્યેા છે. સાથે સાથે ડીઝલ અને વિમાન ઈંધણ (એવિએશન ટર્બાઇન યુઅલ એટીએફ) પર લાગતા શુલ્કમાં નોંધપાત્ર ઘટાડો જાહેર કર્યેા છે. નાણા મંત્રાલય દ્રારા બહાર પાડવામાં આવેલી જાહેરનામા મુજબ નવા દરો પેટ્રોલ નિકાસ પર ૧૬ મે ૨૦૨૬થી અમલમાં આવી ગયા છે.સરકારના નવા નિર્ણય મુજબ, ડીઝલ પરની સ્પેશિયલ એડિશનલ એકસાઇઝ ડુટી .૨૩ પ્રતિ લિટરથી ઘટાડીને .૧૬.૫ પ્રતિ લિટર કરવામાં આવી છે. તેવી જ રીતે, એવિએશન ટર્બાઇન યુઅલ (એટીએફ) પરની ડુટી .૩૩ પ્રતિ લિટરથી ઘટાડીને .૧૬ પ્રતિ લિટર નક્કી કરવામાં આવી છે. બીજી તરફ, પેટ્રોલની નિકાસ પર પ્રથમ વખત .૩ પ્રતિ લિટરનો વિન્ડફોલ ટેકસ લાગુ કરવામાં આવ્યો છે. સરકારે પેટ્રોલ અને ડીઝલની નિકાસ પર લાગતો રોડ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રકચર સેસ યથાવત શૂન્ય જ રાખ્યો છે.
અર્થશાક્રીઓના મતે, જો આંતરરાષ્ટ્ર્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ સતત વધતા રહે છે, તો તેની અસર ફુગાવા અને આયાત ખર્ચ બંને પર પડી શકે છે. ભારતમાં, ઈંધણના ભાવ પરિવહન, કૃષિ, ઉત્પાદન અને છૂટક બજાર સહિત લગભગ દરેક ક્ષેત્રને અસર કરે છે.નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક દિવસોમાં આંતરરાષ્ટ્ર્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. પશ્ચિમ એશિયામાં વધેલા તણાવ અને અમેરિકા તથા ઈઝરાયલ દ્રારા ઈરાન સામે કરવામાં આવેલી સૈન્ય કાર્યવાહી બાદ વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના ભાવ ઝડપથી વધી ગયા છે. યુદ્ધ પહેલા લગભગ ૭૩ ડોલર પ્રતિ બેરલ રહેલું ક્રૂડ ઓઈલ હવે ૧૦૦ ડોલર પ્રતિ બેરલને પાર પહોંચી ગયું છે.સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય દેશમાં ઈંધણનો પૂરતો પુરવઠો જાળવી રાખવાનો છે. આંતરરાષ્ટ્ર્રીય બજારમાં વધેલા ભાવનો અતિરિકત લાભ લઈને કંપનીઓ વધુ નિકાસ ન કરે અને સ્થાનિક બજારમાં અછત ન સર્જાય તે માટે આ પગલું લેવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે. સાથે સાથે ડીઝલ અને એટીએફ પર ડુટીમાં ઘટાડો કરીને નિકાસકારોને પણ આંશિક રાહત આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application