હાલ રાજકોટમાં ગાંધીગ્રામ વિસ્તારમાં ચાર વર્ષથી માવતરના ઘરે રહેતી પરિણીતાએ અમદાવાદમાં વાડજ વિસ્તારમાં રહેતા પતિ સહિતના સાસરિયાઓ સામે શારીરિક માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ કરી છે.જેમાં તેણે જણાવ્યું છે કે, તેણે કરેલ ભરણપોષણનો કેસ પરત ખેંચી લેવાનું કહી પતિએ એસિડ નાખી તા મોઢું બગાડી નાખીશ તેવી ધમકી આપી હતી.
જાણવા મળતી વિગતો મુજબ, હાલ ગાંધીગ્રામ વિસ્તારમાં ન્યુ મહાવીર પાર્ક સોસાયટીમાં રહેતી કૃપાબા(ઉ.વ ૨૫) નામની પરણીતાએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે અમદાવાદના વાડજ વિસ્તારમાં રહેતા પતિ નિર્મળ દાન વિનોદભાઈ બાટી, સાસુ નીબા, સસરા વિનોદભાઈ બાટી અને ઓસ્ટ્રેલિયા રહેતી નણદં સ્વીટીના નામ આપ્યા છે.
પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેણીના લ ગત તારીખ ૩૧૧૨૦૧૯ ના નિર્મળદાન બાટી સાથે થયા હતા લના બીજા દિવસે જ સસરાને એટેક આવ્યો હોય તેઓ હોસ્પિટલમાં એડમીટ હતા ત્યારે રસોઈ બનાવી ટિફિન મોકલવાનું હોય જે બાબતે બીજા દિવસથી જ નણદં સ્વીટી રસોઈ બાબતે અને ઘરકામ બાબતે ઝઘડાઓ કરતી હતી તેમજ સાસુ અને નણદં બંને પરણિતાને સંબંધી સાથે ફોનમાં વાતચીત કરવા દેતા ન હતા લના ૨૫ દિવસ બાદ પરિણીતાના ઘરે નાનીને બોલાવ્યા હોય જે બાબતે ઝઘડો કરી નણંદે ધક્કો મારતા પરણીતાને ઈજા પહોંચતી હતી ત્યારે આ બાબતે પતિએ ધમકી આપી હતી કે જો તું સ્વીટી વિદ્ધ ફરિયાદ કરીશ તો કાયમ તારા મમ્મી પપ્પાના ઘરે મોકલી આપીશ.
લ બાદ સાસરિયાંઓ ત્રાસ આપતા પંડિતાના માતા પિતા ઘરે સમજાવા આવ્યા હતા ત્યારે તેમને ધક્કા મારી બહાર કાઢી મૂકયા હતા. પરિણીતાને તેના માસીયાઈ ભાઈ પૃથ્વી ગઢવીનો ફોન આવતા જે બાબતે શંકા રાખી પતિએ પટ્ટા વડે માર માર્યેા હતો જેનાથી કંટાળી જાય પરિણીતાએ ડાબા હાથની નસ કાપી આત્મહત્યાનો પ્રયાસ કર્યેા હતો જેથી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી આ સમયે સાસરિયાઓએ ધરાર હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ લેવડાવી દીધું હતું.બાદમાં તેને માવતર ના ઘરે મૂકી ગયા હતા ત્યારબાદથી પરણીતા અહીં માવતર ના ઘરે છે.
ત્યારબાદ પરિણીતાએ ભરણપોષણનો કેસ કર્યેા હોય જેની મુદતમાં પતિ અહીં આવતા તેણે ધમકી આપી હતી કે તારા બાપને કે કેસ પાછો ખેંચી લે નહીંતર તને કયાંય મોઢું બતાવવા લાયક છોડીશ નહીં તેમજ પરણીતાનું ક્રીધન પણ સાસરિયાઓ ઓળવી ગયા હતા તેમજ ફરી વખત પતિએ ધમકી આપી હતી કે કોર્ટમાંથી કેસ પાછો ખેંચી લે બાકી એસિડ નાખી તાં મોઢું બગાડી નાખીશ.
ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે તેણે સમાજમાં બદનામ કરવા માટે પતિ ઇન્સ્ટાગ્રામમાં ફેક એકાઉન્ટ બનાવી તેના ફોટા વાયરલ કર્યા હતા.પરિણીતાનો ભાઈ લંડન રહેતો હોય જેની અમરેલી ખાતે સગાઈ કરી હતી તે સમયે શુકન આપવા આવતા પરંતુ તેણીનો ભાઈ હાજર ન હોય રિવાજ મુજબ દીકરી તરીકે શુકન લીધું હતું જેના ફોટા પતિએ કોર્ટમાં રજૂ કરી પત્નીએ બીજે સગાઈ કરી લીધી હોવાની હકીકત રજૂ કરી હતી જે ખોટી છે. આમ પતિ સહિતના સાસરિયાના ત્રાસથી કંટાળી આ ફરિયાદ નોંધાવી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત ટાઇટન્સની શાનદાર જીત: હૈદરાબાદને 38 રને હરાવી પોઇન્ટ્સ ટેબલમાં બીજા ક્રમે
May 02, 2025 11:52 PMપડધરીમાં બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાઈ, પાસપોર્ટ-વિઝા વિના ગેરકાયદેસર પ્રવેશ
May 02, 2025 09:12 PMઆર્જેન્ટિનામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
May 02, 2025 09:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech